Surya Mantra: રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક મંત્રોના જાપથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંત્રોનો યોગ્ય રીતે જાપ કરો.


રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. સૂર્યદેવને જગતનો આત્મા અને કર્તા માનવામાં આવે છે. રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી અસંખ્ય લાભ મળે છે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ બળવાન હોય છે તેને માન-સન્માનનો લાભ મળે છે. તે વ્યક્તિનું ભાગ્ય સૂર્યની જેમ ચમકે છે અને તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. રવિવારે સૂર્યની ઉપાસના કરવાથી સૂર્યદેવની કૃપા જળવાઈ રહે છે.


રવિવારના મંત્રો વિશેષ લાભ આપે છે


રવિવારે કેટલાક મંત્રોના જાપ કરીને સૂર્ય ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ સૂર્ય ભગવાનના આ મંત્રોનો 108 વાર જાપ કરવો જોઈએ. સૂર્યના આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધ્યાનમાં રાખો કે આ મંત્રોનો પાઠ ખૂબ જ ચોક્કસ રીતે કરવો જોઈએ.


ભગવાન સૂર્ય દેવના મંત્ર



  • ઓમ ધૃણિંમ સૂર્યા આદિત્યા નમ:

  • ઓમ અહિ સૂર્ય સહસ્રંશોં તેજો રાશે જગત્પતે, અનુકમ્પાયમા ભક્ત્યા, ગૃહણર્ગ્ય દિવાકરઃ

  • હ્રીં ઘ્રીણીઃ સૂર્ય આદિત્યઃ ક્લીં:

  • ઓમ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ

  • ઓમ સૂર્યાય નમઃ

  • ઓમ ધૃણિ સૂર્યાય નમઃ

  • ઓમ ભાસ્કરાય નમઃ

  • ઓમ અર્કાય નમઃ


Astro Tips:: પૂજા સમયે શા માટે માથુ ઢાંકવું જરૂરી છે? જાણો શું છે ક્રિયા પાછળની ધાર્મિક માન્યતા?


હિન્દુ ધર્મ ગ્રંથોમાં પૂજાને મહત્વ આપવામાં આવ્યું છે. પૂજા દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન પુરુષો અને સ્ત્રીઓ બંનેએ તેમના માથાને ઢાંકવું જોઈએ. ચાલો જાણીએ તેની પાછળનું કારણ..


હિન્દુ ધર્મમાં પૂજાને લઈને ઘણા નિયમો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂજા કરતી વખતે સ્ત્રીઓ માટે સાડી પલ્લુ અથવા દુપટ્ટાથી અને પુરુષોએ રૂમાલથી માથું ઢાંકવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે., નહીં તો તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે. પૂજા કરતી વખતે માથું ઢાંકવાની પરંપરા સદીઓ જૂની છે. તો ચાલો જાણીએ તેની પાછળની ધાર્મિક માન્યતાઓ શું છે.


પૂજા સમયે માથું ઢાંકવું શા માટે જરૂરી છે?


હિંદુ શાસ્ત્રો અનુસાર, જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારું માથું ઢાંકવું, તે ભગવાન પ્રત્યે તમારો આદર અને ભક્તિ દર્શાવે છે. આ સિવાય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમારે માથું ઢાંકીને પૂજા કરવી જોઈએ જેથી પૂજા દરમિયાન વ્યક્તિનું મન અહીં-ત્યાં ભટકે નહીં તેનું બીજું કારણ માનવામાં આવે છે કે પૂજા દરમિયાન, નકારાત્મક ઊર્જા વાળ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરે છે અને કેટલીકવાર તમારા વાળ પૂજા સ્થાન પર પડે છે અને પછી તે અશુદ્ધ થઈ જાય છે. એટલા માટે પૂજા સમયે માથું ઢાંકવું જોઈએ. આ કારણે તમારી અંદર સકારાત્મક ઉર્જા રહે છે....


Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.