Astrology Tips: જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો આપ કોઇ મહત્વનું કામ કરવા જઇ રહ્યાં હો અને કેટલીક વસ્તુઓ દેખાય તો તેને શુભ સંકેત મનાય છે. આ વસ્તુઓ કાર્ય સફળતાના શુભતાના સંકેત આપે છે.


જ્યોતિષમાં શુભ અને અશુભ વસ્તુઓ કહેવામાં આવી છે. જીવનમાં ઘણી વસ્તુઓ શુભ તો કેટલી વસ્તુઓ  અશુભ માનવામાં આવે છે. તે જ સમયે, કેટલીક વસ્તુઓ જોવી એ એક સારો સંકેત છે. ઘરની બહાર નીકળતી વખતે કે રસ્તામાં આ વસ્તુઓ જોવાથી કામમાં સફળતાના સંકેત મળી જાય છે.


રસ્તામાં સિક્કો મળવો એ પણ શુભ સંકેતમાં સામેલ છે. કહેવાય છે કે તેને પૂર્વજોના આશીર્વાદ કહેવાય છે. એવું કહેવાય છે કે જ્યારે આવું થાય છે ત્યારે પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે હોય છે. આવી સ્થિતિમાં તમે જે પણ કામ સખત મહેનતથી કરશો તેમાં તમને સફળતા અને પ્રગતિ મળશે.


કોઈ શુભ કાર્ય માટે જતી વખતે ગાયનું દર્શન કરવું પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ગાયને પ્રણામ કરીને જ આગળ વધો. આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થશે અને કામ સરળતાથી થઈ જશે. આ સિવાય સોપારી અને માછલીના દર્શન પણ શુભ માનવામાં આવે છે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ ભિખારી ઘરની બહાર નીકળતી વખતે દેખાય તો તેણે કંઈક આપીને જ આગળ વધવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે, આવું  કરવાથી તમને જલ્દી જ દેવાથી મુક્તિ મળી જશે.


ઘરની બહાર નીકળતી વખતે જો તમારી  અર્થી મળે તો તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ જોઈને, તેણે હાથ જોડીને પ્રણામ કરવો જોઈએ અને મૃત આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ત્યાં થોડો સમય રોકાયા પછી તમારે આગળ વધવું જોઈએ. એવું કહેવાય છે કે મૃત્યુ પછી દુ;ખી થયેલા  આત્માનું  દુ: ખ દૂર કરે છે અને તેને શાંતિ મળે છે અને મૃત આત્મા આશિષ પણ આપે છે.