Shardiya Navratri 2023:શારદીય નવરાત્રિ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું ઘણું મહત્વ માનવામાં આવે છે. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.તેની લોકપ્રિયતા ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.


નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા ઘણા ઉપાયો કરવામાં આવે છે. જેથી કરીને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય અને તેમને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આ માટે ભક્તો નવરાત્રીના તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આજે અમે તમને જણાવીશું, નવરાત્રિ દરમિયાન કલશ સ્થાપિત કરતા પહેલા ઘરમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ અને કઈ વસ્તુઓથી દેવી માતા પ્રસન્ન થાય છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


નવરાત્રિ શરૂ થાય તે પહેલા લસણ અને ડુંગળી ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. એટલું જ નહીં તેનું સેવન પણ ન કરવું જોઈએ. જો નવરાત્રિમાં લસણ અને ડુંગળીનું સેવન કરવામાં આવે તો માતા ગુસ્સે થાય છે અને જીવન સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.


નવરાત્રિનો તહેવાર શરૂ થાય તે પહેલા અને કલશની સ્થાપના પહેલા તમામ તુટેલી મૂર્તિઓને ઘરમાંથી હટાવી દેવી જોઈએ. તૂટેલી મૂર્તિઓ વાસ્તુ દોષનું સૌથી મોટું કારણ છે. જેના કારણે પરિવારના દરેક સભ્ય પરેશાન રહે છે અને પૈસાની પણ ખોટ થવા લાગે છે. તેથી નવરાત્રિ પહેલા મૂર્તિઓને દૂર કરીને પવિત્ર નદીમાં વિસર્જિત કરવી જોઈએ.


ફાટેલા કપડાં


એવું કહેવાય છે કે જો તમે ઘરમાં જૂના ફાટેલા કપડા રાખો છો તો તે ઘરમાં ગરીબી  આવે  છે. જેના કારણે ઘરમાં પૈસા નથી આવતા અને જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં પણ ફાટેલા અને જૂના કપડા છે તો તમારે નવરાત્રિ શરૂ થાય તે પહેલા તેને કાઢી નાખવા જોઈએ. નહિ તો માતા નારાજ થાય છે.


તૂટેલા  જૂતા ચપ્પલ 


કોઈપણ જૂતા અને ચપ્પલ જે ઉપયોગમાં ન હોય તે નવરાત્રિ પહેલા ઘરમાંથી કાઢી નાખવા જોઈએ. તૂટેલા જૂતા ચપ્પલ નેગેટિવ ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ પણ નથી આવતી. પરિવારમાં કલેહનું વાતાવરણ સર્જાઇ છે. જેથી નવરાત્રિ પહેલા આ વસ્તુને ઘરમાં હટાવી દેવી