નવી દિલ્હીઃ કેન્દ્રએ સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કેટલાય વ્હીકલ ડૉક્યૂમેન્ટ્સની વેલિડિટી 30 જૂન સુધી લંબાવી દીધી છે. જો તમારી ડ્રાઇવિંગ લાયસન્સ, કારની ફિટનેસ સર્ટિફિકેટ, ગાડીની આરસી બુક કે પછી પરમીટ એક્સપાયર થઇ રહ્યાં છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી. આ તમામ ડૉક્યૂમેન્ટ્સ 30 જૂન 2021 સુધી વેલિડ રહેશે. સડક અને પરિવહન મંત્રાલય તરફથી આને લઇને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. 


30 જૂન સુધી વેલિડ માનવામાં આવેશે ડૉક્યૂમેન્ટ્સ....
કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ઝડપથી ફેલાઇ રહેલી કોરોના મહામારીના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. સરકાર અનુસાર જે ડૉક્યૂમેન્ટ્સ એક ફેબ્રઆરી 2020એ એક્સપાયર થઇ ગયા હતા, તે હવે 30 જૂન 2021 સુધી વેલિડ માનવામાં આવશે. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસીબુક થઇ ગઇ છે એક્સપાયર તો ના કરો ચિંતા, હવે 30 જૂન સુધી વેલિડ રહેશે આ ડૉક્યૂમેન્ટ, ગયા વર્ષ પણ માર્ગ અને પરિવહન મંત્રાલયે આ ડેટને લંબાવી હતી


આદેશનુ થાય પાલન...
માર્ગ અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આદેશનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે. સરકારનુ કહેવુ છે કે આ દસ્તાવેજોને 30 જૂન સુધી વેલિડ માનવામાં આવે, જેનાથી વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટર્સને કોઇપણ પ્રકારની પરેશાની ના થાય. 


પહેલાથી જ કેટલીય વાર વધી ચૂકી છે ડેડલાઇન....
ગયા વર્ષ માર્ગ અને પરિવહન મંત્રાલયે 30 માર્ચ, 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020 અને 27 ડિસેમ્બર 2020એ આદેશ જાહેર કરીને ગાડીઓને પરમીટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુકનુ એક્સટેન્શન વધાર્યુ હતુ, જે 1લી ફેબ્રુઆરી 2020એ એક્સપાયર થઇ ચૂક્યા છે, તેમને 31 માર્ચ, 2021 સુધી વેલિડ માનવાનો આદેશ આપવામાં આવ્યો. આ ફેંસલો એટલા માટે લેવામાં આવ્યો હતો કે જે લોકો કોરોના કાળમાં જરૂરી સેવાઓની આપૂર્તિ કરી રહ્યાં હતા, તેમને કોઇ પરેશાન ના થાય. વળી હવે આ મહામારીએ ફરી એકવાર જોર પકડ્યુ છે તો મંત્રાલયે આ તમામ ડૉક્યૂમેન્ટ્સની વેલિડિટી 30 જૂન 2021 સુધી લંબાવી દીધી છે.