Sagittarius Yearly Horoscope:

  વિક્રમ સંવત  2081નું વર્ષ કેવું વિતશે. આર્થિક, અને દાંપત્ય જીવન કેવું નિવડશે, આગામી વર્ષને લઇને દરેક લોકોને કોઇને કોઇ યોજના અને સપના હશે, આ વર્ષ આપના માટે શું લઇને આવશે. શું કહે છે. આપના ભાગ્યના સિતારા, જાણીએ  ધન રાશિનું વાર્ષિક વાર્ષિક રાશિફળ


ધન રાશિ :વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરૂ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુ ભાવમાં ભ્રમણ કરે છે. આ સ્થાને ગુરુ અશુભ  ફળદાયી ગણાય છે.નોકરી વ્યવસાયમાં અણબનાવ નુકસાન થઈ શકે છે. આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. નાના મોટા રોગ કે સમસ્યા ઊભી થઇ શકે છે.


  તા.14-5 2025થી  મિથુન રાશિનો ગુરૂ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહેશે જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે  વેપાર ધંધા નોકરીમાં આવક વધશે. કામ સફળ થશે સંબંધો મધુર થશે. તબિયતમાં સુધાર થશે. લગ્ન ઈચ્છુક માટે લગ્નના યોગ ઉભા થશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. યશની પ્રાપ્તિ થશે.


 વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે. જે વેપાર ધંધા નોકરીમાં  સાહસથી સિદ્ધિ પ્રાપ્ત કરાવશે ઉપરાંત આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવશે.તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે  સારો ધન લાભ થાય તેમજ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે.


 તારીખ  29-03 2025થી શનિ તમારી રાશિથી ચોથા સુખસ્થાને આવશે. જે માતા- પિતા  સાથે અણબનાવ  ઊભો  ન કરે તેની કાળજી રાખવી , આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોનો  એકાએક સામનો કરવો પડી શકે છે  શેર-સટ્ટાકીય  કાર્યોથી દૂર રહેવું જોઇએ.નુકસાની વેઠવી પડશે.  


સ્ત્રીઓ માટે : આ વર્ષની શરૂઆત ઘણી શુભ છે.સામાજિક કાર્યમાં યશ મળે. નોકરિયાત બહેનોને  કાર્ય સિદ્ધિ અને ધન પ્રાપ્તિના  યોગ બની રહ્યાં છે.  29 માર્ચ 2025 પછી નબળો સમય રહે ત્યારબાદ સમય શાંતિથી પસાર કરવો ખર્ચ પર કાબૂ રાખવો.


વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆતમાં મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ 2025થી ઉત્તમ સમય શરૂ થશે. અભ્યાસ અંગે વાત કરીએ તો  વિદેશ જવામાં સફળતા મળશે.