જ્યોતિષમાં શનિ ગ્રહને કર્મનો દાતા માનવામાં આવે છે. વર્તમાન તબક્કામાં શનિ અસ્ત થઈ ગયો છે. આ સિવાય શનિ આ વર્ષે લગભગ અઢી વર્ષ પછી મકર રાશિમાં પોતાની યાત્રા રોકીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ એ શનિદેવની પોતાની રાશિ છે અને તેઓ લગભગ 30 વર્ષ પછી આ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. પરંતુ શનિનું કુંભ રાશિમાં રૂપાંતર થાય તે પહેલા 05મી જૂને તે વક્રી  થવા જઈ રહ્યો છે. જે 23મી ઓક્ટોબર સુધી આ પૂર્વવર્તી તબક્કામાં ગોચર ણ કરશે. શનિની વિપરીત ગતિને કારણે તમામ રાશિઓ પર તેની વિશેષ અસર પડશે. શનિની ઉલટી ચાલને કારણે ચાર રાશિના લોકોએ ખાસ કાળજી રાખવી પડશે.


કર્ક રાશિ


શનિદેવની ઉલટી ચાલને કારણે કર્ક રાશિના લોકો પર તેનો નકારાત્મક પ્રભાવ પડશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. ધનહાનિ અને અકસ્માત થવાની સંભાવનાઓ રહે  છે. આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. પરિવારના સભ્યો વચ્ચે વિવાદ વધી શકે છે.


સિંહ રાશિ


શનિના વક્રી થવાથી સિંહ રાશિના જાતકોને વધુ ખર્ચનો સામનો કરવો  પડશે, ઉધાર આપેલ ધન પરત નહીં મળે, વાદ વિવાદ વધવાથી વિવાદ કોર્ટમાં ચક્કર થઇ શકે છે. બિઝનેસ કરનાર લોકોને પણ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં આપને સંભાળીને રહેવું પડશે. સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું. પરેશાનો વધી શકે છે.


મકર રાશિ


મકર રાશિના જાતકો માટે શનિદેવી ઉલ્ટી ચાલ  શુભ સંકેત નથી આપતી. સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર માનસિક તણાવ વધી શકે  છે. પૈસાની ખોટને કારણે તમારી આર્થિક સ્થિતિમાં ઘટાડો થશે. નોકરિયાત લોકો માટે થોડા મહિના સાવધાનીથી ચાલવું હિતાવહ છે.


વૃશ્ચિક રાશિ


આ રાશિના લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. તમારે આ બાબતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યમાં માટે પણ શુભ સમય નથી.