Shani Dev: 18 માર્ચ, 2023, શનિવાર શનિદેવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. પંચાગ અનુસાર આ દિવસે સાડાસાત અને પનોતીથી  પીડિત લોકોને કેવી રીતે રાહત મળે છે, જાણો શનિદેવના ઉપાયો.


18 માર્ચ શનિદેવની કૃપા મેળવવા માટે ખૂબ જ શુભ દિવસ છે. આ દિવસે બનેલો શુભ યોગ શનિદેવથી પીડિત લોકો માટે સંપૂર્ણ રાહત આપી શકે છે. હાલમાં, શનિ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની  પનોતી અને સાડાસાતી પરેશાની આપનારી માનવામાં આવે છે.


જ્યોતિષીય ગણતરી મુજબ, હાલમાં શનિ પાંચ રાશિઓ પર વિશેષ સ્થાન ધરાવે છે. કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતી   ચાલી રહી છે. બીજી તરફ ધનુ, મકર અને કુંભ રાશિ માટે શનિની સાડાસાતી ચાલી રહી છે.


પંચાગ અનુસાર, 18 માર્ચ, 2023 પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે, હિંદુ નવા વર્ષના પ્રથમ મહિના ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ શ્રવણ નક્ષત્ર છે જેના સ્વામી સ્વયં શનિદેવ છે. આ સાથે આ દિવસે શિવ યોગ પણ રહેશે. આ બધા સાથે મળીને શનિવારે શનિદેવની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.


શનિવારે એકાદશી હોવાને કારણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો પણ સારો યોગ છે. શનિ વિષ્ણુ અવતાર ભગવાન કૃષ્ણના ઉપાસક છે, એટલા માટે આ દિવસે શનિદેવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શનિનો પ્રકોપ ઓછો થાય છે.


શનિવારે જરૂરિયાતમંદોને  અનાજનું દાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ સાથે દર્દીઓને ફળોનું વિતરણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે રક્તપિત્તના દર્દીઓની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.


શનિદેવને પ્રસન્ન કરવા માટે જે પણ વ્યક્તિ શનિવારે સૂર્યોદય પછી પીપળના ઝાડની પૂજા કરે છે, પાણી અર્પણ કરે છે અને તેલનો દીવો પ્રગટાવે છે, તો તેને હંમેશા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. પીપળના ઝાડની પૂજા કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો