Shani Dev:: જ્યોતિષ અનુસાર વ્યક્તિના જીવન પર 9 ગ્રહ અને 12 રાશિનો પ્રભાવ જોવા મળે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી વ્યક્તિના પર સારા નરસી અસર થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 9 ગ્રહો અને 12 રાશિઓનો વ્યક્તિના જીવન પર વિશેષ પ્રભાવ પડે છે. ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તન વ્યક્તિના જીવન પર સારી અને ખરાબ અસર કરે છે. આ પ્રભાવશાળી ગ્રહોમાંથી એક છે શનિદેવ. લોકો પોતાની નારાજગી અને ખુશીને લઈને ખૂબ જ સભાન હોય છે. આપને જણાવી દઈએ કે ન્યાયના દેવતા શનિદેવ અસ્ત થવા જઈ રહ્યા છે. 22 જાન્યુઆરીના રોજ અસ્ત થયા પછી, શનિદેવ 24 ફેબ્રુઆરી 2022ના રોજ ફરી ઉદય પામશે. શનિદેવના અસ્તનો આ સમયગાળો કુલ 33 દિવસનો રહેશે. આ 3 રાશિઓ માટે આ સમયગાળો થોડો કષ્ટદાયક સાબિત થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
મેષરાશિ
શનિનું અસ્ત મેષ રાશિ માટે શુભ સંકેત નથી આપતું. સ્વાસ્થ્ય પણ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આપની તબિયત નાદુરસ્ત થઇ શકે છે. કામનનું દબાણ વધી શકે છે. માનસિક અશાંતિનો અનુભવ થઇ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે પણ શનિ અસ્ત સારો સંકેત નથી આપતો. આપની રાશિ પર પણ શનિની પનોતી ચાલી રહી છે. શનિ અસ્ત થતાં આપના કામ વિલંબમાં પડી શકે છે. 33 દિવસનો સફર આપનો કષ્ટમય નિવડી શકે છે. નોકરી અને બિઝનેસમાં ધાર્યુ પરિણામ નહીં આવે. નાણાની લેવડ-દેવડ કરતા પહેલા વિચારવું. સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવું ખાનપાનમાં પરેજી રાખવી હિતાવહ છે.
કર્ક રાશિ
કર્ક રાશિ માટે પણ શનિનો અસ્ત શુભ સંકેત નથી આપતો. રિલેશનશિપમાં સમસ્યા સર્જાઇ શકે છે. કાર્યક્ષેત્ર પણ કામનું ભારણ વધશે. વરિષ્ઠ અધિકારી સાથે સંબંધો વણસી શકે છે.
તુલા રાશિ
આવનાર 33 દિવસમાં સંબંધોમાં સમસ્યા સર્જાઇ શકે છે. પારિવારિક વિવાદ સર્જાઇ શકે છે. નોકારી કે બિઝનેસમાં આપને કામમાં સંતુષષ્ટી નહીં મળે. માનસિક તાણ વધી શકે છે.
વૃશ્ચિક રાશિ
શિનનું અસ્ત આપના વિકાસના રાહમાં અવરોધ ઉભા કરી શકે છે. આપનું કામમાં મન નહીં લાગે. નોકરીમાં અનિચ્છનિય સ્થળાંતર આપને વધુ બેચેન કરી દેશે. આપની વર્ક પ્રોફાઇલ પણ ચેન્જ થઇ શકે છે.
કન્યા રાશિ
આવનાર 33 દિવસ કન્યારાશિના જાતક માટે મુશ્કેલીભર્યા પસાર થઇ શકે છે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં સફળતા મળેવવા માટે આપને ખૂબ જ મહેનત કરવી પડશે. ખર્ચ પણ વધી શકે છે.કામકાજમાં રૂકાવટ આવી શકે છે. આપની તબિયત પણ ખરાબ થઇ શકે છે, સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન આપવું.
ઘનુરાશિ
ધનુ રાશિના જાતકો માટે પણ આ સમય કષ્ટભર્યો નિવડશે. જાતકને મિત્રો અને સંચારના માધ્યમ સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ રાશિમાં શનિની સાડાસાતી પણ ચાલી રહી છે. તેથી શનિનો અસ્તનની આ રાશિના જાતક પર વધુ અસર થશે. ધનના મામેલ પણ નુકસાન વેઠવું પડી શકે છે.સંબંધોમાં પણ સાવધાની વર્તો અને કોઇ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા 100 વખત વિચારજો.
મીન રાશિ
મીન રાશિના જાતકે આ સમયે ખર્ચ સમજી વિચારીને કરવો. નોકરીમાં પણ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થવું પડશે. આ રાશિના જાતક માટે 33 દિવસનો સમય મુશ્કેલી ભર્યો રહેશે. નોકરીમાં પણ અનેક અવસરોથી વંચિત રહી જશો.