Shrawan 2022: શિવભક્તો શ્રાવણના સોમવારની આતુરતાથી રાહ જુવે છે, આજે 8મી ઓગસ્ટ એ શ્રાવણનો બીજો સોમવાર છે. બસ આ એક ઉપાય કરી લેવાથી મહાદેવ થશે પ્રસન્ન
ભગવાન શિવની ઉપાસના માટે શ્રાવણના સોમવાર સૌથી યોગ્ય માનવામાં આવે છે. શિવ સર્વ દુ:ખોનો નાશ કરનાર છે, તેથી જ તેમને હર હર મહાદેવ કહેવામાં આવે છે. શ્રાવણ સોમવારમાં , જેઓ નિયમ અને ભક્તિ સાથે ઉપવાસ અને પૂજા કરે છે, ભગવાન ભોલેનાથ ચોક્કસપણે તેમના કષ્ટો દૂર કરે છે.
પંચાંગ અનુસાર, 8 ઓગસ્ટ 2022ના રોજ શ્રાવણનો બીજો સોમવાર છે. આ દિવસે એક નહીં પરંતુ અનેક એવા શુભ સંયોગો બનવાના છે જે આ દિવસનું ધાર્મિક મહત્વ વધારી રહ્યા છે. ચાલો જાણીએ આ દિવસે શું છે ખાસ
સોમવાર શ્રાવણની એકાદશી એટલે કે શ્રાવણ માસની શુક્લ પક્ષની તિથિ છે. આ એકાદશીને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બાળકો માટે વ્રત રાખીને તેની ભગવાન વિષ્ણુ પાસેથી પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. એટલે કે આ દિવસે ભગવાન શિવની સાથે વિષ્ણુની પૂજાનો પણ સંપૂર્ણ સમન્વય થાય છે.
શ્રાવણના સોમવારે કરો આ ઉપાય
આમ તો મહાદેવ માત્ર જળના અભિષેકથી પણ પ્રસન્ન થઇ જાય છે પરંતુ શ્રાવણના સોમવારે જો મહાદેવને પૂજન અભિષેક સાથે બે કોઇ પણ અલગ અલગ બે ફળ અર્પણ કરવામાં આવે તો શીઘ્ર આપને પણ આપના કાર્યનું ફળ મળે છે અને કાર્યસિદ્ધિના આશિર્વાદ પ્રાપ્ત થાયછે. ગંગાજળનો અભિષક કરવાથી પણ મનના મનોરથને પૂર્ણ કરવામાં મહાદેવના આશિષ મળે છે. કામનાની પૂર્તિ માટે શ્રાવણ માસમાં સોમવારે ઓમ નમ: શિવાયના જાપ અવશ્ય કરવા.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.