Sawan Somvar Vrat 2022: અપરિણીત યુવતીઓ ઈચ્છિત વર મેળવવા માટે  શ્રાવણના  સોમવારે વ્રત રાખે છે.જો તમે પણ સાવન ના સોમવારે ઉપવાસ કરતા હોવ તો વ્રત ના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.


પવિત્ર શ્રાવણ  માસનો પ્રારંભ થઇ ચૂક્યો  છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો આ મહિનામાં ભોલેનાથ અને માતા પાર્વતીની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે. તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ  સોમવારનું વ્રત  કુંવારી કન્યા માટે  ખૂબ જ ફળદાયી છે.


એવું માનવામાં આવે છે કે જે છોકરીઓ યોગ્ય નિયમો, વિધિઓ અને સંપૂર્ણ ભક્તિ સાથે ભોલેનાથની પૂજા કરે છે, તેમને ભોલેનાથની કૃપાથી મહાદેવ જેવો પતિ મળે છે. નિયમો અનુસાર જો યુવતીઓ છોકરીઓ આ વ્રત ન રાખે તો તેમને વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી.કુંવારી યુવતીએ સાવનનું વ્રત કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.


ભગવાન શિવની પૂજામાં આ ભૂલ ન કરશો



  • કુંવારી કન્યાએ શ્રાવણમાં શિવને તુલસી અને હળદર ન અર્પણ કરવા જોઇએ

  • શ્રેષ્ઠ વરની કામના માટે ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઇએ

  • શ્રાવણ માસના વ્રત દરમિયાન ડુંગળી – લસણ, મેંદો, અન્ન, બેસનનું સેવન ન કરવું જોઇએ

  • શ્રાવણ માસ દરમિયાન માંસ, મદિરાનું સેવન ન કરો. નમક  ન ખાઓ


ભગવાન શિવની પૂજા કેમ કરશો



  • વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને નહાવાના પાણીમાં કાળા તલ અથવા ગંગાજળ ઉમેરીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.

  • આ પછી ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગની પૂજા કરો અને શિવલિંગ પર જળ અથવા પંચામૃતનો અભિષેક કરો.

  • અભિષેક પછી ધતુરા, શણ, બેલપત્ર, જનોઈ ચઢાવો. પૂજા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

  • મનોકામનીની પૂર્તિ માટે શિવલિંગ સમક્ષ પ્રાર્થના કરો