Shukra Gochar 2022: 13 જુલાઈના રોજ, શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે.  જ્યાં બુધ પહેલેથી જ બેઠો છે. મિથુન રાશિમાં બુધ અને શુક્રનો સંયોગ લક્ષ્મી નારાયણ યોગ બનાવશે.


સુખનો પ્રદાતા શુક્ર 13 જુલાઈ, 2022 ના રોજ સવારે 10:41 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર આ રાશિમાં  7 ઓગસ્ટ સુધી અહીં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર એક રાશિમાં માત્ર 23 દિવસ રહે છે. તે પછી તેઓ બીજી રાશિમાં ગોચર કરશે.  બુધ પહેલેથી જ મિથુન રાશિમાં બેઠો છે. આવી સ્થિતિમાં શુક્ર અને બુધનો સંયોગ ખૂબ જ લાભદાયી યોગ, લક્ષ્મી નારાયણ યોગ બનાવશે.


જ્યોતિષમાં લક્ષ્મી નારાયણ યોગને ખૂબ જ શુભ લાભદાયી યોગ કહેવામાં આવ્યો છે. આ યોગ માત્ર 4 દિવસ એટલે કે 13 થી 16 જુલાઈ સુધી રહેશે. આ દરમિયાન આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે અને ધનલાભ ફણ થશે.


મિથુન રાશિ


 શુક્રનું ગોચર તેમના માટે ખૂબ જ શુભ રહેશે. તેમને તેમની કારકિર્દીમાં પ્રમોશન મળશે અને નવી નોકરી માટે ઑફર પણ મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે.


સિંહ રાશિ


 આ લોકોને આ શુક્રના ગોચરથી લાભ થશે. વિદેશ યાત્રાની સંભાવના છે. નોકરીમાં પ્રમોશન અને નવી નોકરીનો લાભ મળી શકે છે. આવકમાં બચત થશે જે તમારી જીવનશૈલીને અસર કરશે.


કન્યા રાશિ


 તેમની આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપારીઓને વધુ ફાયદો થશે. શત્રુઓનો પરાજય થશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. વધુ ધન લાભ થવાની સંભાવના છે.


તુલા રાશિ


 તુલા રાશિના જાતકોની નોકરીમાં પ્રગતિ થશે અને તેમને નવી નોકરીની ઓફર પણ મળી શકે છે. તેનાથી તેમની આવકમાં વધારો થશે. તમને પૈતૃક સંપત્તિનો લાભ મળશે.


કુંભ રાશિ


 તેમના માટે પણ આ સમય સારો છે. આવકમાં વધારો થશે. વેપારમાં લાભ થશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયક છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ સમય ખૂબ જ શુભ છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.