Somvati Amavasya Upay: આજે સોમવતી અમાવસ્યા પર એક ખાસ સંયોગ બની રહ્યો છે અને આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારી પર બની રહેશે. જાણો આ ઉપાયો વિશે.
આજે સોમવતી અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાસ કહેવાય છે. સનાતન ધર્મમાં આ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસે રાશિ પ્રમાણે વિશેષ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા કાયમ બની રહે છે.
મેષઃ- આ રાશિના લોકોએ આ દિવસે કાચા દૂધ અને દહીંથી ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ. આ સાથે તેમને કાળા તલ અર્પણ કરો. 'ઓમ નમઃ શિવાય' મંત્રનો ઓછામાં ઓછી એક માળા કરો.
વૃષભઃ- ભગવાન શિવની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ. આ પછી ચંદનનું તિલક લગાવો અને ભગવાન શિવને બેલપત્ર અથવા શમી પત્ર ચઢાવો.
મિથુન - સોમવતી અમાવસ્યાના દિવસે મિથુન રાશિના લોકોએ શિવલિંગ પર મધનો અભિષેક કરવો જોઈએ. તેની સાથે જ 'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલં કાલં કૃપાલં ઓમ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.
કર્કઃ- કર્ક રાશિના લોકોએ આ દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ, તેની સાથે 'ઓમ ચંદ્રમૌલેશ્વર નમઃ' મંત્રનો જાપ પણ કરવો જોઈએ.
સિંહ- સિંહ રાશિના લોકોએ આજે શિવલિંગ પર શુદ્ધ ઘીનો અભિષેક કરવો જોઈએ અને 'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલં કાલં કૃપાલં ઓમ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.
કન્યા - કન્યા રાશિના જાતકોએ સોમવતી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષને ગંગાજળ, સાકર, ચોખા, ફૂલ વગેરે અર્પિત કરવા જોઈએ. તેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.
તુલા- તુલા રાશિના જાતકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવની પૂજા દરમિયાન દહીં અને શેરડીનો રસ ચઢાવવો જોઈએ. તેનાથી જીવનમાં સુખ-શાંતિ આવશે.
વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ ભોલેનાથની કૃપા મેળવવા માટે શિવલિંગ પર ગંગા જળ અને સાકર મિશ્રિત દૂધ ચઢાવવું જોઈએ.
ધન - સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શંકરની કૃપા મેળવવા માટે ધનુ રાશિના લોકોએ કાચા દૂધમાં કેસર, ગોળ, હળદર મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ.
મકરઃ- મકર રાશિના લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર નારિયેળ જળ ચઢાવવું જોઈએ. આ સાથે રુદ્રાક્ષની માળા સાથે 'ઓમ હૌમ ઓમ જૂં સ:' મંત્રનો જાપ કરવો જોઈએ.
કુંભઃ- કુંભ રાશિના લોકોએ આ દિવસે શિવલિંગ પર ઘી, મધ અને બદામના તેલનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મીન:- મીન રાશિના લોકોએ સોમવતી અમાવસ્યા પર કાચા દૂધ, કેસર અને ગંગાજળથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ પછી સાચા મનથી શિવની પૂજા કરો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.