દરેક વ્યક્તિને એવી ઇચ્છા હોય છે કે તેનું જીવન સુખ સુવિધા અને વૈભવ સાથે વિતે. ભૈતિક સંપદા માટે મા લક્ષ્મીની કૃપા જરૂરી છે. કેટલીક વખત સખત મહેનત કર્યાં બાદ પણ સુખ સુવિધા નસીબ નથી થતી.ઘનમાં બરકત નથી રહેતી અને વ્યર્થ ખર્ચ થાય છે. 


રત્ન શાસ્ત્રમાં ધન કે પૈસૈ સાથે જોડાયેલા અનેક ઉપાય બતાવવામાં આવ્યાં છે. રત્નસાસ્ત્રમાં કેટલાક એવા રત્નનો ઉલ્લેખ છે. જેને ધારણ કરવાથી જીવનમાં સુખ સુવિધાનો વધારો થાય છે. જાણીએ ક્યાં રત્નો ધારણ કરવાથી સુખ સુવિધામાં વધારો થાય છે. 


સોનેરી રત્ન
રત્નશાસ્ત્ર અનુસાર જો ખોટો ખર્ચ થતાં હોય અને તેના કારણે ધનનો વ્યય થતો હોય તો સોનેરી રત્ન ધારણ કરીને  આ સમસ્યાનો હલ મેળવી શકાય છે. જો ધન ટકતું ન હોય, બરકત ન રહેતી હોય તો સોનેરી રત્ન ધારણ કરી શકાય છે. તેનાથી લક્ષ્ય પ્રાપ્તિ સરળ થઇ જાય છે. 


લીલા રંગનો ઝેડ સ્ટોન
જો કોઇ નવો બિઝનેસ શરૂ કરવા જઇ રહ્યો છો અને  આર્થિક રીતે મજબૂતી ઇચ્છતા હો તો લીલા રંગનો જેડ સ્ટોન ધારણ કરો. કહેવાય છે કે ઝેડ સ્ટોનથી વ્યક્તિ તેના કેમ પર ફોકસ કરી શકે છે. તે બિઝનેસ સંબંધી યોગ્ય નિર્ણય લઇ શકે છે. 


 


ટાઇગર રત્ન
રત્નશાસ્ત્ર મુજબ ટાઇગર રત્નને ખૂબ પ્રભાવી અને શીઘ્ર ફળનાર  આપનાર છે. કહેવાય છે કે, આ આ કારણે  આ રત્નને ટાઇગર કહેવાય છે.  ટાઇગર રત્ન ધારણ કરવાથી બગડેલા  કામ સુધરવા લાગે છે. 
માક્ષિક રત્ન 
માક્ષિક રત્ન  એક ખનીજ હોય છે. જે ગંધક  સાથે મળીને બને છે. કહેવાય છે કે, તેને ધારણ કરવાથી પૈસા કમાવવાના નવા રસ્તા મળે છે. તેની બનાવટન વાત કરીને તો આ રત્ન કાચ જેવું ચમકદાર હોય છે. રત્નશાસ્ત્ર અનુસાર આ રત્ન આત્મ વિશ્વાસ પેદા કરે છે. 


ગ્રીન એવેંચ્યૂન
રત્ન શાસ્ત્રમાં આ સ્ટોનને વેપારી માટે લાભકારી માનવામાં આવે છે. કહેવાય છે કે, તેને ધારણ કરવાથી પૈસાા કમાવવાના નવા નવા વિકલ્પ મળે છે. આ રત્ને ધન આકર્ષિત થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. 
(નોટ-આ લેખમાં આપવાામં આવેલી જાણકારી પર અમે એવો દાવો નથી કરતા કે તે પૂર્ણ રીતે સટીક અને સત્ય છે. તેને અપનાવવાતી અપેક્ષિત પરિણામ પણ મળે છે. રત્ન ધારણ કરતા સંબંધિત વિશેષજ્ઞોની સલાહ લેવી)
   ઘ