Makar Sankranti 2022: 14 જાન્યુઆરીએ  ગુરુવારે બપોરે 2.31 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મકરસંક્રાંતિ શરૂ થશે.  બપોરે  2.31 કલાકે શરૂ થતો મકર સંક્રાંતિનો સમય સૂર્યાસ્ત સુધી રહેશે.


મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ બારમાંથી ત્રણ રાશિ માટે શુભ ફળ આપનાર છે. જેમાં સિંહ, વૃશ્ચિક, મીન રાશિનો સમાવેશ થાય છે. તો અન્ય રાશિ માટે સામાન્ય રહેશે. જેમાં મેષ, વૃષભ, કન્યા,  ધન, મકરનો સમાવેશ થાય છે. આ વર્ષે આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે. ઉપવાહન અશ્વ છે.  દૂધપાક ખાય છે .


તો અન્ય રાશિ માટે સામાન્ય તેમજ અન્ય ત્રણ રાશિ માટે ખતરાની ઘંટી સમાન છે. જાણીએ મકર રાશિમાં સૂર્યનું પરિભ્રમણ કઇ ત્રણ રાશિ માટે ખતરા રૂપ છે.


મિથુન રાશિ


વાણીમાં ઉગ્રતા કારણે સબંધો બગડી શકે છે. આ સમય દરમિયાન વાણી પર સંયમ જાળવવો જરૂરી છે. ઉપરાંત નાના-મોટા અકસ્માતના ભોગ બનો તેવા સંકેત મળી રહ્યાં છે. નાની-નાની બાબતોના કારણે ભાઇભાંડુ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. વાણી પર સંયમ રાખશો તો કેટલીક વિપરિત પરિસ્થિતિને સરળતાથી પાર કરી શકશો. આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.


તુલા રાશિ


નોકરી ધંધામાં વાદ વિવાદથી બચવું, કેટલીક વિપરિત પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. તણાવના કારણે આપને અનિંદ્રાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને વિશેષ ધ્યાન રાખવું.


કુંભ રાશિ


કુંભ રાશિ માટે પણ સૂર્યનું રાશિ પરિવર્તન શુભ ફળના સંકેત નથી આપતું. આ સમય દરમિયાન વાદ વિવાદથી બચવું. વર્ક પ્લેસ પર ઉચ્ચ અધિકારી સાથે વાદ વિવાદ સર્જાઇ શકે છે. સરકારી નોટિસો પણ મળી શકે છે. ખાસ કરીને આંખને લગતી કેટલી સમસ્યાનો સામનો કરવો પડે. આ સમયમાં વાણી સંયમ રાખીને વિવેકપૂર્ણ વર્તવાથી કેટલીક મુશ્કેલીનું સામાધાન લાવી શકાશે.