Gujarat Rain Forecast:નવરાત્રિ દરમિયાન વરસાદ વિધ્નરૂપ બનશે કે નહિ તે અંગે ગરબા આયોજકો અને ખેલૈયાઓ અવઢવમાં હતા, જો કે હવામાન વિભાગે વરસાદની શક્ચતાનો સ્પષ્ટ અહેવાલ આપતા ખેલૈયા અને આયોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવમાન વિભાગના તાજેતરના અપડેટ્, મુજબ ગુજરાતમાં હવે વરસાગની નહિવત શક્યતા છે. ખેલૈયાઓને હવામાન વિભાગે  આ અહેવાલ સાથે મોટી રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદની કોઈ શક્યતા નથી. કચ્છથી લઈને નવસારી સુધી ચોમાસાની વિદાય લેવાનું શરૂ થઇ ગયું છે. વરસાદ બંધ થઇ જતાં વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટી ગયું છે.  જેના કારણે રાજ્યમાં તાપમાનો પારો પણ વધ્યો છે. આજે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  આ વર્ષે ગુજરાતમાં 48 ટકા વધુ વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં આ ડેમ થયા ઓવરફ્લો


રાજ્યના 207 પૈકી 130 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો  કચ્છ-સૌરાષ્ટ્રના 108, જ્યારે મધ્ય ગુજરાતના 10 ડેમ ઓવરફ્લો થયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ ડેમ છલોછલ  ભરાઇ ચૂક્યાં છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 183 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 163 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.


ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 147.07 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.08 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 132.77 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 114.55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.                                                                                                   


આ પણ વાંચો     


Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી