Weight Loss:આપ વજન ઉતારવા માંગતાં હો તો આપ ડાયટમાં ફાઇબર યુક્ત ફૂડને સામેલ કરીને વજન સરળતાથી ઉતારી શકો છો. મેદસ્વીતા દૂર કરવાની આ ખૂબ જ સરળ રીત છે. બસ જરૂર છે ડાયટમાં થોડા ફેરફાર કરવાથી સ્પાઇસી, ઓઇલી અને અનહેલ્થી ફૂડને ડાયટમાંથી દૂર કરીને આપ સરળતાથી વજન ઉતારી શકો છો.

Continues below advertisement

 જો આપ પાતળા થવા ઇચ્છતા હો તો ડાયટમાં છાશને અવશ્ય સામેલ કરો. છાશમાં હેલ્થી બેક્ટરિયા, કાર્બોહાઇડ્રઇટ અને લેક્ટોઝ હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ફિગર મેઇન્ટેન્ટ કરવા માટે આપ પ્લેન કે મશાલા છાશ પી શકો છો.

દહીં પણ વજન ઓછું કરે છે. ગરમીમાં દહી શરીરને પોષણ આપે છે આ સાથે વજન ઘટાડવામાં પણ કારગર છે. દહીં ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેમજ ઓવરઇટિંગથી પણ બચી શકાય છે. દહી, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી12,  મેગ્નશિયમનો ખજાનો છે. દહીથી પેટ હળવું રહે છે.

Continues below advertisement

ગરમીના દિવસમાં લીંબુનો વધુમાં વધુ કરવો જોઇએ.ગરમીથી બચવા માટે આપે રોજ લીંબુ પાણી પીવું જોઇએ. તેનાથી શરીરને ઊર્જા મળે છે.  વજન પણ ઓછું થાય છે. લીંબુમાં થિયામિન, રિબોફ્લોવિન, વિટામિન ઇ,  વિટામીન બી6, ફોલેટ જેવા વિટામીન હોય છે. જે વજન ઓછું કરે છે.

 બદામને સુપરફૂડ માનવામાં આવે છે. જેનાથી ભૂખ નથી લાગતી. બદામના સેવનથી ઝડપથી વજન ઘટાડી શકાય છે. તેમાં એક્સ્ટ્રા ફેટ ઝડપથી ઘટે છે. બદામમાં વિટામિન ઇ, ફાઇબર, ઓમેગો 6, ફેટી એસિડ  અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જો કે ગરમીમાં તેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવી જોઇએ.

આ સિવાય આપ ડાયયમાં શુગરયુક્ત ચીજોને દૂર કરીને સલાડ , ગ્રીન વેજિટેબલ અને ફ્રૂટને સામેલ કરીને પણ વજન મેઇન્ટેઇન કરી શકો છો. ઘઉંની આઇટમને ડાયટમાંથી દૂર કરવાથી વજન ઉતારવમાં ઘણી  મદદ મળે છે.