Jagannath Temple mystery:જગન્નાથ મંદિર ચાર ધામોમાં મહત્વનું ધામ છે.ઓડિશાના પુરી શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે. 800 વર્ષથી પણ પ્રાચીન આ જગન્નાથના મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. જેને આજદિન સુધી કોઇ નથી ઉકેલી શક્યું.

Continues below advertisement

જગન્નાથજીના મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે અહીં મંદિરની શિખા પરનો ધ્વજ પવનની વિરૂદ્ધ દિશામાં જ ફરકે છે. સામાન્ય રીતે દિવસમાં હવા સમુદ્રથી ઘરતી તરફ વહે છે અને સાંજે સમુદ્ર તરફ વહે  છે.આવું કેમ થાય છે, તેનું રહસ્ય હજું સુધી કોઇ નથી જાણી શક્યું.

Continues below advertisement

સુદર્શન ચક્રનું રહસ્ય 

જગન્નાથના મંદિરના શિખર પર સુદર્શન ચક્ર છે. આપ ગમે તે દિશામાં ઉભા રહો આ સુદર્શન ચક્રનું મોં આપના તરફ દેખાશે.જગન્નાથ મંદિર સાથે જોડાયેલું અન્ય એક રહસ્ય એવું છે કે આ મંદિપનો પડછાયો અદશ્ય રહે છે. જેને આજદિન સુધી કોઇ નથી જોઇ શક્યું, આવું કેમ છે તે રહસ્ય અંકબંધ છે.        

શિખર પર નથી ઉડતાં પંખીઓ                                             

સામાન્ય રીતે મંદિરના શિખર પર પક્ષીઓ ઉડતાં જોવા મળે છે અને શિખર પર બેસતાં પણ હોય છે પરંતુ જગન્નાથજીના મંદિરમાં આવું નથી બનતું ન તો મંદિર પરથી પક્ષી પસાર થાય છે કે ન તો ક્યારેય જહાજ ગુજરે છે.

સૌથી ઉપરના વાસણમાં પહેલા પાકે છે પ્રસાદ

આ મંદિરની રસોઇ પણ આશ્ચર્યજનક છે. અહીં પ્રસાદ પકાવવા માટે વાસણ એકબીજાની ઉપર રાખવામાં આવે છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, સૌથી ઉપર રાખેલા વાસણમાં જ પ્રસાદ જલ્દી પાકી જાય છે. ઉપરાંત મંદિરનો પ્રસાદ ક્યારેય ઓછો નથી પડતો. 20 હજાર ભક્તો હોય કે 2 લાખ પ્રસાદ બધાને મળે છે. મંદિર બંધ થતાં જ પ્રસાદ ખતમ થઇ જાય છે.  

ત્રીજા પગથિયાંનું રહસ્ય મુખ્ય મંદિરના પ્રવેશદ્વાર પર આવેલું ત્રીજું પગથિયું રહસ્યમય માનવામાં આવે છે. તેને 'યમ શિલા' પણ કહે છે. ભક્તો અને પૂજારીઓ પણ આ ત્રીજા પગથિયાં પર પગ મૂકવાનું ટાળે છે

રત્ન ભંડારનું રહસ્ય વર્ષોથી બંધ રહેલા રત્ન ભંડારના રહસ્યો અકબંધ છે, જેને 46 વર્ષ બાદ સરકારે ખોલીને સર્વેની કામગીરી હાથ ધરી હતી

સમુદ્રના મોજાનો નથી સંભળાતો અવાજ સમુ્દ્રની સામે નજીક જ મંદિર છે પરંતુ આશ્ચર્યન વાત એ છે કે મંદિરની અંદર જતાં આ મોજાનો અવાજ બિલકુલ નથી આવતો જો કે આ મામલે કહેવાય છે કે,  દરિયાઈ પવનની દિશા અને મંદિરનું પ્રવેશદ્વાર વિરુદ્ધ દિશામાં હોય તો પણ અવાજ અંદર સંભળાતો નથી.