Diwali Recipe: જો આપ આ દિવાળીમાં ઘરે આવનાર મહેમાનોની પ્રશંસા મેળવવા માટે કંઈક અલગ અને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો તમે કેળામાંથી બનેલી આ સ્વાદિષ્ટ વાનગીઓ ટ્રાય કરી શકો છો.
દિવાળી એ રોશનીનો તહેવાર છે પરંતુ વિવિધ વાનગીઓ વિના તે અધૂરો છે. દિવાળી પર એકબીજાને મીઠાઈ ખવડાવવાનો રિવાજ છે, પરંતુ ઘરે આવતા મહેમાનોને માત્ર મીઠાઈ જ નહીં પરંતુ અન્ય વાનગીઓ પણ પીરસવામાં આવે છે. જો તમે મહેમાનોનું સ્વાદિષ્ટ ડિશથી સ્વાગત કરવા માંગતા હો તો.આ ટેસ્ટી કેળાના માલપુઆની રેસિપી ટ્રાય કરો
સામગ્રી
- પાકેલા કેળા
- લોટ (ઘઊં)
- સોજી
- ખાંડ
- કેસર
- એલચી
- દૂધ
- વરીયાળી
- ઘી અથવા શુદ્ધ તેલ
બનાના માલપુઆ બનાવવાની રીત
કેળાના માલપુઆ બનાવવા માટે પહેલા કેળાને સારી રીતે મેશ કરી લો. તેમાં દૂધ, સોજી અને લોટ ઉમેરો. હવે એલચીને પીસીને મિક્સ કરો. હવે તેમાં વરિયાળી, કેસર અને ખાંડ ઉમેરો. આ બધાને એકસાથે સારી રીતે મિક્સ કરી લો અને ઓછામાં ઓછા અઢી કલાક સુધી રહેવા દો. હવે એક પેનમાં ઘી અથવા રિફાઈન્ડ તેલ નાખો. હવે આ લિકવિડને તવા પર રાઉન્ડ શેપમાં પાથરો. ગેસની ફેલમ ધીમી રાખો. માલુપુઆ પાકી જાય ત્યાં સુધી શેકો. પલટાવીને ફરી તેના પર ઘી અથવા તેલ લગાવો. તૈયાર છે ગરમાગરમ માલપુઆ.
Diwali recipe: દિવાળી પર બનાવો સ્વાદિષ્ટ નારિયેળ લાડૂ, જાણો રેસિપી
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ઘરની સાફ સફાઇ અને સજાવટ બાદ દિવાળી માટે સ્વાદિષ્ટ ડિશીઝ બનાવામાં આવે છે. તો મીઠાશ સાથે દિવાળી અને નવ વર્ષની શરૂઆત કરવા માટે ઘર પર કોકોનટ લાડુ કેવી રીતે તૈયાર કરશો જાણીએ..
નારિયેળ લાડૂ બનાવવા માટે સામગ્રી
2- કપ સૂકું નાળિયેર
• 3- ક્વાર્ટર કપ કન્ડેન્સ્ડ મિલ્ક
• 1- ચમચી લીલી એલચી પાવડર
• 2 -ચમચી ગુલાબજળ
• 2 -ચમચી ઘી
નારિયેળ લાડૂ બનાવવાની વિધિ
સૌથી પહેલા એક ખાલી બાઉલ લો, તેમાં ઇલાયચી પાવડર, ગુલાબજળ અને કન્ડેસ્ડ મિલ્ક નાખીને મિક્સ કરો. આ બધું મિક્સ કરીને સારી રીતે મિશ્રણ તૈયાર કરો. આપ હાથેથી મોદકને શેપ આપી શકો છો. જો ન ફાવતું હોય તો બજારમાં તેના બીબા પણ મળે છે તેનો ઉપયોગ કરીને શેપ આપી શકો છો.
સૂકા નારિયેળમાં ઘણા પોષક તત્વો હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તેમાં કોપર હોય છે. તે તમને મગજની કાર્યક્ષમતા વધારે છે. તે યાદશક્તિને તેજ કરવામાં મદદ કરે છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવાનું કામ કરે છે. તે એનિમિયાની સમસ્યા સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં ડાયેટરી ફેટ હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં સેલેનિયમ હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.