Shrawan 2025: શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ શુભ છે. કારણ કે શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રિય છે. શ્રાવણ મહિનામાં આવતી શિવરાત્રીનું પણ વિશેષ મહત્વ છે.

આ વખતે શિવરાત્રી 25 જુલાઈ 2025 શુક્રવારથી ર, શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શ્રાવણ માસ  કેટલીક રાશિઓ માટે સારો રહેવાનો છે. ચાલો જાણીએ કે આ રાશિઓ કઈ છે અને તેની પાછળની જ્યોતિષીય માન્યતાઓ શું કહે છે.

વૃષભ- વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ દિવસે વૃષભ રાશિના લોકોએ શિવલિંગ પર પાણી અને દૂધ અર્પણ કરવું જોઈએ.

કર્ક- કર્ક રાશિના લોકો માટે શ્રાવણ શિવરાત્રીનો દિવસ માનસિક અને પારિવારિક શાંતિની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. ભગવાન શિવના રુદ્રાષ્ટકમનો પાઠ કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

 સિંહ- સિંહ રાશિના લોકો માટે શ્રાવણ શિવરાત્રીનો દિવસ શુભ રહેવાનો છે. ભગવાન શિવને પાણી અર્પણ કરવાની સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો

કુંભ- કુંભ રાશિના લોકો માટે શિવરાત્રીનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. ભગવાન શિવની પૂજા કરવાથી શનિના અશુભ પ્રભાવો ઓછા થશે અને જીવનમાં શુભતા આવશે.

શ્રાવણ શિવરાત્રીનું મહત્વ

શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત છે. 23 જુલાઇ શુક્રવારથી આ માસનો પ્રારંભ થયો છે અને 23 ઓગસ્ટે સમાપ્ત થશે. આ પાવન માસમાં  મહાદેવની સાધના આરાધના,અભિષેકનું વિશેષ મહત્વ છે.  

બ્રહ્મપુરાણ અને શિવપુરાણ અનુસાર, જો કોઈ વ્યક્તિ આ દિવસોમાં ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરે છે, તો તેના જન્મોના પાપોનો નાશ થાય છે.   જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસ ગ્રહ દોષ દૂર કરનાર પણ છે, તેથી શ્રાવણ શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.         

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો