Horoscope Today 26 April 2022, Aaj Ka Rashifal, Daily Horoscope: પંચાગ અનુસાર આજે ચૈત્ર વદ એકાદશીની તિથિ છે. આજે મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ખૂબ મહત્વનો દિવસ છે. જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો 545મો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.

મેષલોકો સાથેનો વ્યવહાર તમને અન્ય લોકોથી દૂર કરી શકે છે. તેથી વ્યવહારમાં પરિવર્તન લાવો.આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આર્થિક બાબતો અંગે ફાયદો મેળવી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના તમામ કાર્યો સફળ થતા જણા. ધર્મ-કર્મમાં મન લાગેલું રહેશે. આ કાર્યમાં સમય પસાર થવાથી મંત શાંત રહેશે.

વૃષભઆજે મનમાં અશાંતિ રહેશે.  સ્ત્રી શણગાર તથા કોસ્મેટીક્સના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. નોકરીમાં ટાર્ગેટ પૂરા થતા આનંદનો અનુભવ થાય. પેટની ગરબડનો સામનો કરવો પડે. લાંચ-રુશ્વત લેવાથી દૂર રહેવું.  ઘરના વડીલો સાથે સમય પસાર કરો. તેમની સાથે વાત શેર કરજો.

 મિથુન આજે માનસિક ચિંતા ખુદ પર હાવી ન થવા દેતા. મનને પ્રફુલિત રાખજો અને આનંદમાં રહેજો. આર્થિક મોરચે સફળતા હાંસલ કરી શકો. કરેલા કાર્યો સફળ થતા જણાય. ભાગ્ય મજબૂત બને છે. યાત્રા-પ્રવાસના યોગ બનતા જણાય. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. સંતાન સંબંધી ચિંતા રહે. યુવા વર્ગને અચાનક એક્સપોઝર મળી શકે છે.

કર્કઆજના દિવસે શારીરિક સ્ફૂર્તિ જાળવી રાખજો. અગત્યના નાણાકીય વ્યવહારો ટાળવા. કાર્યક્ષેત્રે વધુ મહેનત જરૂરી બને છે. ચામડીના રોગોથી પરેશાની રહે. ગળાના રોગોથી સાચવવું. વાણીને કારણે સંબંધો ન બગડે એનું ધ્યાન રાખવું. જીવનસાથીની તબિયત સાચવવી. ઘરે મહેમાન આવે તો આતિથ્યભાવમાં કોઈ કમી ન રાખતાં.

સિંહઆ રાશિના જાતકો બજેટ બનાવીને ચાલે નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી થશે. ઓફિસ નિયમોનું પાલન કરજો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. નકારાત્મક વિચારો હાવી થતા જણાય. તળાવ-નદીથી દૂર રહેવું.  વેપારીઓ કાનૂની મામલે સાવધ રહે.

કન્યાઆ રાશિના જાતકો લોકો સાથેનો સંપર્ક મજબૂત રાથે. કારણકે તે વર્તમાન સમયમાં ખૂબ જરૂરી છે. મીડિયા સાથે જોડાયેલા લોકો સારું પ્રદર્શન કરશે. નાણાકીય ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ જળવાય. વિદેશ તરફથી સારા સમાચાર મળતા જણાય. મુસાફરીના યોગ બને છે. આંખની કાળજી રાખવી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા તથા પિતાનું આરોગ્ય જળવાય.

તુલાઆજના દિવસે વરિષ્ઠોનું માર્ગદર્શન મળશે, તેને ફોલો કરજો. ઓફિસમાં બોસ નવી જવાબદારી સોંપી શકે છે. નાણાકીય બાબતો અંગે સાનુકૂળતા જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિવસ. જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે. સ્વાસ્થ્ય સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. વિદ્યાર્થીને લક્ષ્ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરવો પડી શકે છે.

વૃશ્ચિકઆ રાશિના જાતકો ભવિષ્યને લઈ પરેશાન ન થાય. તેમણે સંતોષ રાખવો જોઈએ અને ધીરજથી કામ લેવું. વાહન સુખ તથા મિલકત સુખમાં વધારો થાય. માતાની તબિયત સારી રહે તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. કોઈપણ ગેરસમજ દુખનું કારણ બની શકે છે તેથી સાચવવું.

ધનઆ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે સજાગ રહેવું. કોઈને ક્રોધમાં આવીને જવાબ આપવો નહીં. સેવાકીય કાર્યો થવાને કારણે આત્મ સંતોષ વધે. આવકનું પ્રમાણ જળવાય. માન-સન્માનમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાય. ભાઈ બહેનોને પરસ્પર મદદ મળશે.

મકરઆજે ભાવનાઓને નિયંત્રણમાં રાખજો. જે પણ ફેંસલા લો સમજી વિચારીને લેજો. પરિવારમાં આનંદ ઉત્સાહ જળવાય. દામ્પત્ય ક્ષેત્રે શુષ્કતાનો અનુભવ થાય. નોકરીમાં શાંતિ રાખવી તથા ધંધાકીય ક્ષેત્રે સતર્કતા જરૂરી. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્ઠામાં ઘટાડો થતો અનુભવાય. ઘરમાં મહેમાનનું આગમન થઈ શકે છે, તેમને પ્રસન્ન રાખજો.

કુંભઆજના દિવસે વધારે ખર્ચના કારણે બજેટ બગડી શકે છે. તમારા બોસને પણ જવાબ આપવો પડી શકે છે. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. જીવનસાથીનું આરોગ્ય જળવાય. વિચારો ઉપર કાબૂ રાખવો હિતાવહ. શરદી-ખાંસી-તાવથી સાવધાની જરૂરી. આવકનું પ્રમાણ જળવાય. ખોટા ખર્ચ ટાળવા. નાની વાતને મોટું સ્વરૂપ આપવાથી બચજો.

મીનઆ રાશિના જાતકોએ વિવાદોમાં ન પડવું, આમ કરવાથી સ્થિતિ બગડી શકે છે. પોતાના કામથી કામ સાથે મતલબ રાખજો. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવા છતાં આવકનું પ્રમાણ ઘટતું જણાય. યશ-પ્રતિષ્ઠા વધે. સંતાન તરફથી સારા સમાચાર મળે. પડવા-વાગવાથી સાચવવું. સાંધાના દુઃખાવાની સમસ્યાનો સામનો કરવો પડે. જો તમે કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો તો તેને પૂરું કરી શકો છો.