Chaitra Navratri Ashtami 2025: આજે ચૈત્ર નવરાત્રીનો આઠમો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. જાણો આ દિવસે કન્યા પૂજા કરવાની વિધિ વિધાન અને શુભ મૂર્હૂત

અષ્ટમીના અવસરે કન્યાપૂજનનું મૂહૂર્ત

બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4.34 થી 5.20 સુધી

સવાર સાંજ: સવારે 4:57 થી 6:5 સુધી

અભિજીત મુહૂર્ત: બપોરે 11:58 થી 12:49 સુધી

મહાષ્ટમીના દિવસે કન્યા પૂજા માટે ઘણા શુભ મૂહૂર્ત છે. નીચે મુખ્ય મુહૂર્ત આપવામાં આવ્યા છે જેમાં કન્યાઓની પૂજા ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે.

બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:35 થી 5:21 સુધી

વહેલી સાંજે: સવારે 4:58 થી 6:07 સુધી

અભિજીત મુહૂર્ત: બપોરે 11:59 થી 12:49 સુધી

આ મુહૂર્તો પૈકી અભિજિત મુહૂર્ત ખાસ કરીને કન્યા પૂજા માટે યોગ્ય માનવામાં આવે છે. આ સમય દરમિયાન, બાલિકાઓની વિધિવત તે પૂજા કરીને અને તેમને ભોજન કરવાવાથી દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે. આ વખતે પંચાંગ અનુસાર અષ્ટમી અને નવમી તિથિઓનો સમય એવી રીતે આવી રહ્યો છે કે મહાષ્ટમી 5 એપ્રિલે થશે અને નવમી પૂજા 6 એપ્રિલે થશે. આ બંને દિવસો દેવી દુર્ગા અને કન્યા ભોજનની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

નવરાત્રિમાં કન્યા પૂજનનું અનેરૂ મહત્વ આપવામાં આવ્યું છે. વર્ષ 2025ની ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થઈ છે. આજે એટલે કે 5મી એપ્રિલ 2025, શનિવારે ચૈત્ર માસની અષ્ટમી તિથિ ઉજવવામાં આવી રહી છે. અષ્ટમી અને નવમી પર કન્યા પૂજા કરવામાં આવે છે. કન્યા પૂજાના દિવસે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, જો આ મહત્વપૂર્ણ બાબતોને નજરઅંદાજ કરવામાં આવે તો માતાના આશીર્વાદ અને ફળ પ્રાપ્ત થતા નથી. એટલા માટે શુભ પરિણામ મેળવવા માટે તેમની વિશેષ કાળજી લેવી જરૂરી છે. જાણો કન્યા પૂજા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો.

 કન્યા પૂજાના દિવસે છોકરીઓને તમારા ઘરે આદરપૂર્વક આમંત્રણ આપો તેમનું સ્વાગત કરો. કન્યાને મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકીઓને  ઘરે બોલાવો અને કોઈપણ સ્વચ્છ અને સુઘડ જગ્યાએ બેસાડો.

કન્યા પૂજા દરમિયાન છોકરીઓના પગ ધોઈને તેમના પર કુમકુમથી તિલક લગાવો.

કન્યા પૂજા હંમેશા શુભ સમયે કરો, આમ કરવાથી તમને દેવી દુર્ગાના આશીર્વાદ મળે છે. પૂજા બાદ તેમને આસન આપો.નવ રાત્રિમાં નવદુર્ગા જમાડવાનું વિધાન છે.

કન્યા પૂજામાં કન્યાઓને ભેટ આપતી વખતે તેમની મનપસંદ વસ્તુઓ આપો. છોકરીઓને ભેટ આપતી વખતે કાળો રંગ લેવાનું  ટાળો. તમારી  ક્ષમતા અનુસાર તેમને ભેટ આપો.

કન્યા પૂજા દરમિયાન, તેમને પ્રણામ કરો આતેમના આશિષ લો. તેમના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો અને પછી તેમને વિદાય આપો.

ખાસ ધ્યાન રાખો કે છોકરીઓની ઉંમર 2 વર્ષથી 10 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

છોકરીઓને આદર અને સ્નેહ આપો. કન્યા પૂજા એ માત્ર એક ધાર્મિક વિધિ નથી પણ દેવી દેવીઓ પ્રત્યેની આદરનું પ્રતીક છે. તેમની સાથે આદરપૂર્વક વર્તન કરો અને પ્રેમથી વિદાય આપો.