Akshaya Tritiya 2025 : અક્ષય તૃતિયાનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે અનેક વિરલ ઘટનાઓ બની હતી. આજના દિવસે શ્રીકૃષ્ણ સુદામાનું મિલન થયું હતું. આજે કેદારધામના કપાટ ખુલ્લે છે. આજે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. આ રીતે અક્ષય તૃતિયાનો દિવસ અનેક રીત મહત્વપૂર્ણ છે.
30 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 02:13 સુધી, તૃતીયા તિથિ અને પછી ચતુર્થી તિથિ રહેશે. આ દિવસે રોહિણી નક્ષત્ર સાંજે 4.18 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ મૃગસીરા નક્ષત્ર રહેશે. આ દિવસે તમને ગ્રહો દ્વારા રચિત વશી યોગ, આનંદાદિ યોગ, સુનાફળ યોગ, ગજકેસરી યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ, શોભન યોગનો સહયોગ મળશે.
લક્ષ્મી નારાયણની પૂજાનું શુભ મૂહૂર્ત
અક્ષય તૃતીયા પર લક્ષ્મી-નારાયણની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજાનો શુભ સમય સવારે 05:41 થી 12:18 સુધીનો રહેશે.
ખરીદીના શુભ મૂહૂર્ત
જો તમારી રાશિ મિથુન, કન્યા, ધન, મીન છે તો તમને માલવ્ય યોગનો લાભ મળશે. ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. આ દિવસે શુભ કાર્ય માટે શુભ મૂહૂર્ત નોંધી લો બે શુભ મુહૂર્ત છે.
સવારે 07:00 થી 09:00 સુધી લાભ-અમૃત ચોઘડિયા અને સાંજે 5:15 થી 6:15 સુધી લાભ ચોઘડિયા રહેશે. રાહુકાલ બપોરે 12.00 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી રહેશે.
અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે, તેથી જ લોકો આ દિવસે સોનું ખરીદે છે. ધાર્મિક ગ્રંથોમાં, સોનાને એક વિશેષ ધાતુ તરીકે વર્ણવવામાં આવ્યું છે, જે સુખ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલું છે. તેનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. લોકો આ દિવસે ઘરેણાં ખરીદીને ઘરે લાવે છે. એ પણ જાણી લો કે સોનું ખરીદવા માટે કયો છે યોગ્ય અને શુભ સમય-
આજે અક્ષય તૃતીયા છે, આ દિવસે સોનું ખરીદવાનો શુભ સમય સવારે 05:41 થી 01:12 સુધીનો છે. અક્ષય તૃતીયા સાથે શુભ ચોઘડિયા મુહૂર્ત - પ્રથમ શુભ સમય સવારે 10:39 થી બપોરે 12:18 સુધીનો રહેશે.
અક્ષય તૃતિયાના અવસરે દાનનું પણ મહત્વ
આજના દિવસ દાનનું પણ વિશેષ મહત્વ છે.અક્ષય તૃતીયાના દિવસે હિંદુ ધર્મના લોકો સોનું, ચાંદી વગેરેની ખરીદી કરે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિને શાશ્વત ફળ મળે છે. અક્ષય તૃતીયા એક એવો દિવસ છે જ્યારે અબુજ મુહૂર્ત હોય છે, એટલે કે કોઈપણ શુભ કાર્ય કરવા માટે આ દિવસે મુહૂર્ત જોવાની જરૂર નથી. આ સાથે લોકો આ દિવસે દાન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત કરે છે. આ દિવસે દાન કરવાથી દેવી-દેવતાઓ અને તમારા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે. આવો જાણીએ અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.