Chaitra Navratri Ashtami 2025: ચૈત્ર નવરાત્રિનો આજે આઠમો દિવસ, અષ્ટમીના અવસરે મહાગૌરીના પૂજનની વિધિ અને મહાત્મ્ય
Chaitra Navratri Ashtami 2025: આજે ચૈ્ત્ર નવરાત્રિનો આઠમો દિવસ એટલે કે મહાઅષ્ટમી, આજે માતાજીના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જાણી વિધિવિધાન અને મહત્વ

Chaitra Navratri Ashtami 2025: ચૈત્ર નવરાત્રિનો આઠમા દિવસે મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. શ્વેત વર્ણવાળી હોવાના કારણે તેમનું નામ મહાગૌરી છે. નારદની સલાહ પર તેમણે ભગવાન મહાદેવ સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો હતો. આ માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી.
મા મહાગૌરીનું સ્વરૂપ
આકરા તપના કારણે માતાનું શરીર કાળું થઈ ગયું હતું. તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી. જ્યારે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ તેમને વરદાન આપવા આવ્યા ત્યારે તેમણે પાર્વતીજીને પર ગંગાજળથી અભિષેક કર્યો અને ને તેઓ ફરી ગૌર એટલે કે ગોરા બની ગયા. તુલસીદાસજીએ તેમના લખાણોમાં પાર્વતીની તપસ્યાનો ઉલ્લેખ કર્યો છે. તેના ગોરા રંગની સરખામણી શંખ અને ચંદ્ર સાથે કરી છે.
કિશોરાવસ્થામાં માતા સફેદ વસ્ત્રો પહેરતા હતા. તેને ચાર હાથ છે. જમણી બાજુ, ઉપરનો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના હાથમાં ત્રિશૂળ છે. ઉપરના હાથમાં ડમરુ અને નીચેના હાથમાં અભય મુદ્રા છે. તેમનું વાહન વૃષભા છે.
મહાગૌરી પૂજા મંત્ર
મહાગૌરીની પૂજાના ફાયદા
મહાગૌરીની પૂજા ખૂબ જ ફળદાયી છે. તેમની પૂજા કરવાથી તમામ પાપનો નાશ થાય છે. અનેક જન્મોના સંચિત પાપ પણ દૂર થાય છે. આ સાથે આવનારા પાપોનો અગાઉથી નાશ થવાની સંભાવના રહે છે. અક્ષય પુણ્યોનો ઉદય થાય છે. મનથી કરવામાં આવેલી પૂજાથી દેવી અપાર ફળ આપે છે.
દેવી પુરાણ અનુસાર આ દિવસે 8 કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. સ્ત્રીઓ આજે જાંબલી રંગના કપડાં પહેરે છે. ઘણા લોકો આ દિવસે હવન અને કન્યા પૂજા કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો




















