Tulsi Vivah Puja Samagri List: હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે ભગવાન વિષ્ણુ તેમની ચાર મહિનાની યોગિક નિદ્રામાંથી જાગે છે. આ દિવસે, તુલસી માતા અને ભગવાન શાલિગ્રામ (વિષ્ણુનું એક સ્વરૂપ) ના લગ્ન ખૂબ જ ભક્તિ અને ધાર્મિક વિધિ સાથે કરવામાં આવે આવે છે. એવું માનવામાં આવે છે કે, આ શુભ પ્રસંગે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન  જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

Continues below advertisement

તુલસી વિવાહ ખાસ કરીને એવા લોકો માટે શુભ માનવામાં આવે છે જેઓ તેમના પરિવારમાં પુત્રી ન હોવાને કારણે કન્યાદાન નથી કરી  શકતા. આ દિવસે, ઘરોમાં એક સુંદર મંડપ શણગારવામાં આવે છે, તુલસીના છોડને કન્યા તરીકે દર્શાવવામાં આવે છે, અને ભગવાન શાલિગ્રામને વરરાજા તરીકે સ્થાપિત કરવામાં આવે છે, અને લગ્ન સમારોહ કરવામાં આવે છે. ચાલો તુલસી વિવાહની તારીખ અને  સંપૂર્ણ વિધિ સાથે શુભ મુહૂર્ત જાણીએ.

તુલસી વિવાહ મૂહૂર્ત 

Continues below advertisement

બ્રહ્મ મુહૂર્ત: 4:50 AM થી 5:42 AM

અભિજિત મુહૂર્ત: 11:42 AM થી 12:26 PM

વિજય મુહૂર્ત: 1:55 AM થી 2:39 AM

સંધિકાળ મુહૂર્ત: 5:35 AM થી 6:01 AM

અમૃત કાલ: સવારે 9:29 થી 11:00 સુધી

ત્રિપુષ્કર યોગ: સવારે 7:31 થી સવારે 5:03 સુધી

તુલસી વિવાહનું મહત્વ

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે તુલસી વિવાહ 2 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. કાર્તિક મહિનાના શુક્લ પક્ષ ની દ્વાદશી તિથિના રોજ, ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને તુલસી માતાના પવિત્ર લગ્ન વિધિથી થાય છે. એવું માનવામાં આવે છે કે, તુલસી વિવાહ કરવાથી લગ્નમાં કન્યાદાન  જેટલું જ પુણ્ય મળે છે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.                                                                      

પૂજા વિધિ

  • તુલસીના છોડને લાલ ચૂંદડીથી સજાવો અને એક બાજોટ પર સ્થાપિત કરો.
  • બીજા બાજોટ પર  ભગવાન શાલિગ્રામની સ્થાપના કરો.
  • શેરડીનો ઉપયોગ કરીને મંડપ બનાવો.
  • કળશમાં જલ ભરો અને  તેના પર પાંચ આસોપાલવના  પાન મૂકો.
  • દીવો પ્રગટાવો અને તુલસી અને શાલિગ્રામ પર ગંગાજળ છાંટો.
  • તુલસી માતાને  સૌળ શૃંગાર કરો.
  • ભગવાન શાલિગ્રામની  તુલસીના છોડની સાત વખત પરિક્રમા કરાવો.
  • અંતે, આરતી સાથે લગ્ન પૂર્ણ માનવામાં આવે છે.