Shani Rashi Parivartan 2022:2022માં શનિ અન્ય રાશિમાં કરી રહ્યો છે ગોચર, . ચાલો જાણીએ કે શનિદેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે.જેની કઇ રાશિ પર થશે સારી નરસી અસર.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2022માં શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. અઢી વર્ષ બાદ શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. શનિના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે.
શનિ રાશિ પરિવર્તન 2022 (શનિ ગોચર 2021)
પંચાંગ અનુસાર 29 એપ્રિલ 2022ના રોજ શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. 29 એપ્રિલે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
શનિની પનોતી 2022
વર્ષ 2022માં 1 જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની પનોતી રહેશે. આ પછી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર પનોતી થશે શરૂ, જે 12મી જુલાઈ સુધી રહેશે.
શનિ વક્રી 2022
12 જુલાઈ, 2022 થી, શનિ ફરી એક વાર તેની પાછલી રાશિ મકર રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં પ્રવેશ કરશે. શનિનું મકર રાશિમાં પરિભ્રમણ થતાં જ મિથુન અને તુલા રાશિના લોકો ફરીથી શનિની પકડ પકડમાં આવી જશે અને તેઓએ 17 જાન્યુઆરી, 2023 સુધી શનિની દશાનો સામનો કરવો પડશે.
શનિ સાડાસાતી 2022
પંચાંગ મુજબ 1 જાન્યુઆરી, 2022 થી 29 એપ્રિલ, 2022 સુધી ધનુ, મકર અને કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતી શરૂ થશે.. 29 એપ્રિલે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી થશે જ્યારે ધનુ રાશિના લોકોને તેનાથી મુક્તિ મળશે. તેનો છેલ્લો તબક્કો મકર રાશિના લોકોને અંતિમ ચરણ શરૂ થશે. કુંભ રાશિના લોકો પર બીજો તબક્કો શરૂ થશે.
મકર રાશિમાં શનિનું પરિભ્રમણ 2022
12 જુલાઈ સુધી કુંભ રાશિમાં રહ્યાં બાદ શનિ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે ધનુ રાશિના લોકો ફરીથી શનિની પકડમાં આવશે અને મીન રાશિના લોકો 17 જાન્યુઆરી 2023 સુધી શનિની સાડાસાતીથી મુક્ત રહેશે. આ દરમિયાન મકર અને કુંભ રાશિના લોકો પર શનિ સાડાસાતી રહેશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.