ઘણી વખત શનિની પીડામાંથી રાહત મેળવવા માટે ઘોડાની નાળને ઘરમાં કે ઓફિસમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવવાથી શનિની પીડામાંથી મુક્તિ મળે છે. આ સાથે વાસ્તુ દોષમાંથી પણ છૂટકારો મળે છે. આ સિવાય કોઈ જાતકની કુંડળીમાં શનિની દશા ચાલી રહી છે તો તેની પથારીમાં ઘોડાની નાળ લગાવી દેવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
ઘોડાની નાળને ખુબ જ શુભ માનવામાં આવે છે
સૌ પ્રથમ બજારમાંથી ઘોડાની નાળ ખરીદીને લાવો. જો તમે ઈચ્છો તો તેને લુહાર પાસે બનાવી પણ શકો છો. હવે સવારે બ્રહ્મ મુહુર્તમાં ઊઠીને સ્નાન વગેરે કાર્ય કરો અને ઘોડાની નાળને ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ જ્યારે ઘોડાની નાળ ભીની થઈ જાય તો ભગવાન સુર્યના કિરણોથી ઘોડાની નાળ ને સુકવવી જોઈએ. જ્યાં સુધી ઘોડાની નાળ સુકાઈ ન જાય ત્યાં સુધી ભગવાન સુર્યના કિરણો ઘોડાની નાળને બતાવો. આવું કરવાથી ઘોડાની નાળમાં સકારાત્મક ઊર્જા ભરાઈ જશે.
ઘોડાના નાળની પૂજા કરો
ત્યારબાદ ઘોડાની નાળને મંદિરમાં લઈ જઈને માતા લક્ષ્મીની સામે રાખી દો. ત્યારબાદ સૌથી પહેલા કંકુ અને ચોખાથી માતા લક્ષ્મીની પુજા કરો અને ત્યારબાદ ઘોડાના નાળની પુજા કરો. હવે માતા લક્ષ્મીની આરતી કરો. માતા લક્ષ્મીની આરતી કર્યા બાદ ઘોડાની નાળ ઉપર કાળા રંગનો દોરો બાંધો અને તેને પોતાના ઘરના પુર્વ અથવા ઉત્તર દિશામાં લટકાવી દો. આવું કરવાથી ફક્ત તમારી આર્થિક સ્થિતિમાં સુધારો નહીં થાય, પરંતુ ઘરમાં પણ હંમેશા સુખ શાંતિ જળવાઈ રહેશે.
ઘોડાની નાળની વીંટી પહેરો
ઘોડાની નાળની વીંટીનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ શનિ અને દુષ્ટ આત્માઓના ખરાબ પ્રભાવોને દૂર કરવા માટે થાય છે. એટલા માટે તેને શનિની વલય પણ કહેવામાં આવે છે. તેને જમણા હાથની મધ્ય આંગળીમાં પહેરવું સારું માનવામાં આવે છે. કારણ કે આ આંગળીની નીચે શનિનો પર્વત છે. જે વ્યક્તિ તેને પહેરે છે તેના જીવનમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે છે.
ધન લાભ માટે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘોડાની નાળનો ઉપયોગ નાણા લાભ માટે કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નાણામાં વૃદ્ધી ઈચ્છે છે તો તેને ઘોડાની નાળને તિજોરીમાં રાખવી જોઈએ.