Vasant Panchami 2023: વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે. જાણો વસંત પંચમીનો શુભ સમય, શુભ યોગ, પૂજા પદ્ધતિ અને મંત્ર.


વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરી 2023ના રોજ એટલે કે આજે  ઉજવવામાં આવી રહ્યો છે. માહ મહિનાના શુક્લ પક્ષની પંચમી પર વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતી પ્રગટ થઈ હતી. વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે. આ દિવસે પીળા રંગનું  પૂજા સામગ્રીમાં પ્રાધાન્ય હોય છે.  માતા સરસ્વતીની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.


વસંત પંચમીના દિવસને વણજોયુ મૂહૂર્ત કહેવામાં આવે છે. આ દિવસે શુભ કાર્ય અને શુભ કાર્યની શરૂઆત કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિક્ષણની શરૂઆત કરવા માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ વસંત પંચમીનો શુભ સમય, શુભ યોગ, પૂજા પદ્ધતિ અને મંત્ર.


વસંત પંચમી 2023 મુહૂર્ત



  • માહ શુક્લ પંચમી તારીખ શરૂ થાય છે - 25 જાન્યુઆરી 2023, 12.34

  • માહ શુક્લ પંચમી તારીખ સમાપ્ત થાય છે - 26 જાન્યુઆરી 2023, 10.28

  •  


સરસ્વતી પૂજા સમય - 07.07 am - 12.35 pm


અભિજિત મુહૂર્ત - 12.018 pm - 01.01 pm


બસંત પંચમી 2023 શુભ યોગ


વસંત પંચમીને સરસ્વતી પંચમી, શ્રી પંચમી અને મધુમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે 5 શુભ યોગોનો સંયોગ છે, જેમાં દેવી સરસ્વતીની પૂજા કરવાથી જલ્દી ફળ મળશે.


ગણતંત્ર દિવસ અને વસંત પંચમી એકસાથે


 નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લગભગ 19 વર્ષ પછી મા સરસ્વતીની પૂજા અને પ્રજાસત્તાક દિવસ એક જ દિવસે ઉજવવામાં આવી રહ્યો . આવો સંયોગ 2004માં બન્યો હતો.


ગુરુવારનો સંયોગઃ- વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ અને ગુરુવારે પીળા રંગની વસ્તુઓનું પૂજન અને દાન કરવાથી સુખ, ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં ગુરુવાર અને વસંત પંચનીનો અદભૂત સંયોગ આ પર્વના મહત્વને વધારી દે છે.


માતા સરસ્વતીની કથા


દંતકથા અનુસાર, જ્યારે ભગવાન બ્રહ્મા સૃષ્ટિની રચના કરી રહ્યા હતા, ત્યારે વિશ્વમાં કોઈ વાણી નહોતી. તેણે પોતાના કમંડળ વડે પૃથ્વી પર પાણી છાંટ્યું, જેમાંથી શક્તિનું છ હાથધારી સ્ત્રી સ્વરૂપ પ્રગટ થયું, તેના હાથમાં પુસ્તક, ફૂલ, કમંડળ, વીણા અને માળા હતી. દેવીએ વીણા વગાડતાં જ ચારેબાજુ વેદ મંત્રો ગુંજી ઉઠ્યા. આ દેવીને માતા સરસ્વતીનું નામ આપવામાં આવ્યું હતું. જે દિવસે દેવી સસ્વતીનો જન્મ થયો હતો, તે દિવસે માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ હતી, ત્યારથી માતા સરસ્વતીની પૂજાની પરંપરા વસંત પંચમીના દિવસે શરૂ થઈ હતી. દેવી સરસ્વતીને ભગવાન બ્રહ્માની પત્ની માનવામાં આવે છે.