Vastu Tips:ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ ધનમાં વૃદ્ધિ થાય છે.


મોરપિચ્છનો સંબંધ માત્ર ભગવાન કૃષ્ણ સાથે જ નથી પરંતુ અન્ય દેવતાઓ સાથે પણ છે. શાસ્ત્રો અનુસાર મોરનું પીંછા એટલું ચમત્કારી છે કે તેમાં તમામ દેવી-દેવતાઓ અને તમામ નવ ગ્રહો નિવાસ કરે છે. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર તેને ઘરમાં રાખવાથી ન માત્ર સકારાત્મક ઉર્જા આવે છે પરંતુ ગ્રહ દોષો પણ શાંત થાય છે. ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ધન આવે છે. ચાલો જાણીએ મોરના પીંછાના કેટલાક અસરકારક ઉપાયો...


મોરપિચ્છ અને વાસ્તુ 



  • મોરપિચ્છનો શત્રુ સર્પ છે. તેથી જ્યોતિષ અનુસાર જો જાતકની કુંડલીમાં રાહુની સ્થિતિ શુભ ન હોય તો મોરપિચ્છ સાથે રાખવાથી રાહત મળે છે.

  • જો ઘરમાં અચાનક કોઇ કષ્ટ કે મુશ્કેલી આવે તો વિપતિ આવતા ઘરમાં અથવા બેડરૂમાં અગ્નિ કોણમાં મોરપંખ રાખવા જોઇએ. થોડા સમયમાં જ સકારાત્મક અસર જોવા મળશે.

  • જો આપનું કોઇ કામ પુર્ણ ન થતું હોય કામમાં વારંવાર વિઘ્નો આવતા હોય તો પાંચ મોરપંખને પૂજા સ્થળમાં રાખો અને તેની નિયમિત પૂજા કરો. કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે અને કાર્ય સફળતા મળશે.

  • એકવીસ દિવસ સુધી જો મોરપિચ્છને તિજોરી અથવા લોકરમાં રાખવામાં આવે તો ધન સંપતિમાં વૃદ્ધિ થાય છે. અટકેલા નાણા પરત મળે છે.

  • જો દામ્પત્ય જીવન સાથે જોડાયેલી કોઇ સમસ્યા હોય તો પૂર્વ ઉત્તર દિશામાં બે મોરપિચ્છ એક સાથે બેડરૂમની દિવાલ પર લગાવવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં આવતી અડચણો દૂર થાય છે અને સંબંધો મધુર બને છે.

  • જો ઘરમાં વાસ્તુમાં માન્ય પંચતત્વોનું સંતુલન ઠીક ન હોય અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો નિરંતર પ્રવાહ વહેતો હોય તો પૂજાસ્થળ પર 5 મોરપંખ રાખો, આ ઉપાયથી નકારાત્મક ઊર્જાનો નાશ થયા છે અને સકારાત્મક ઊર્જાના સંચાર સાથે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.