Vastu For Bedroom : વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ પતિ-પત્નીના સંબંધો પર અસર કરે છે. કેટલીક વસ્તુઓમાં નકારાત્મક ઉર્જા સર્જે છે જેના કારણે પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ સર્જાઇ  છે.


વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાની દિશાનું વિશેષ મહત્વ છે. વાસ્તુમાં બેડરૂમ માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમની દિશાથી લઈને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓ પતિ-પત્નીના સંબંધો પર અસર કરે છે. બેડરૂમમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા બનાવે છે અને તેના કારણે પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ આવે છે. આ વસ્તુઓ પારિવારિક જીવનમાં વિખવાદ વધારવાનું કામ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓને બેડરૂમમાં બિલકુલ ન રાખવી જોઈએ. જો તમારા બેડરૂમમાં પણ આ વસ્તુઓ છે તો તેને તરત જ કાઢી નાખો.


બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો


બેડરૂમમાં ક્યારેય આક્રમક ફોટા ન લગાવો. વાસ્તુ અનુસાર, આક્રમક પ્રાણીઓના ચિત્રો, યુદ્ધના ચિત્રો અથવા ઉદાસ ચહેરાવાળા ચિત્રો મન અને મગજ પર નકારાત્મક અસર કરે છે. તેની અસર પતિ-પત્નીના સંબંધો પર પણ અસર કરે  છે.


બેડરૂમમાં કાંટાદાર છોડ ક્યારેય ન રાખવા જોઈએ. બેડરૂમમાં નાના કેક્ટસ કે કાંટાવાળા ફૂલ રાખવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધી જાય છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધે છે. બારી પાસે અપરાજિતાનો છોડ લગાવવાથી પરસ્પર પ્રેમ વધે છે.


બેડરૂમમાં મૃત વ્યક્તિની તસવીર ક્યારેય ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં આ તસવીરો ઘરની વાસ્તુને પ્રભાવિત કરે છે. જેના કારણે પતિ-પત્ની વચ્ચે ખુશીનું વાતાવરણ રહેતું નથી.


જો બેડરૂમમાં સમુદ્ર, ધોધ કે પાણીનું ચિત્ર હોય તો તેને તરત જ કાઢી નાખો. એવું માનવામાં આવે છે કે આના કારણે પતિ-પત્ની વચ્ચેનો વિશ્વાસ ખતમ થવા લાગે છે.


વિવાહિત જીવન સુખમય પસાર થાય તે માટે બેડરૂમની દિશા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. બેડરૂમ હંમેશા ઉત્તર કે ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવવો જોઈએ. આના કારણે પતિ-પત્નીના સંબંધો વધુ મજબૂત બને છે અને જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.