Vastu Tips For Morning: વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે આંખ ખુલતાની સાથે જ કેટલીક વસ્તુઓ જોવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી, સવારમાં કેટલીક એવી વસ્તુઓ જુઓ, જે તમારા મનમાં સકારાત્મક અસર કરે.


એવું કહેવાય છે કે જો સવાર સારી હોય તો આખો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય છે, પરંતુ દરરોજ એવું થતું નથી. કોઈ ને કોઈ કારણસર આખો દિવસ બગડી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે, જેને સવારે જોવાથી તમારા માટે અશુભ થઈ શકે છે નહીં તો તમારું કામ બગડી શકે છે. જો તમે તમારી સવારને ખુશખુશાલ બનાવવા માંગો છો તો સવારે ઉઠતાની સાથે જ આ વસ્તુઓને ન જુઓ.


સવારે ઉઠ્યાં બાદ તરત જ ન જુઓ આ વસ્તુઓ



  • સવારે ઉઠીને જંગલી પ્રાણીઓની આક્રમક તસવીરો ન જોવી જોઈએ. આમ કરવાથી આખો દિવસ બરબાદ થઈ શકે છે અને થઈ રહેલું કામ બગડી શકે છે.

  • સવારે ઉઠ્યા પછી, વ્યક્તિએ ક્યારેય ભૂલથી બંધ ઘડિયાળ તરફ ન જોવું જોઈએ, કારણ કે તે ખરાબ સમયનું પ્રતીક માનવામાં આવે છે.

  • જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારે તમારો પોતાનો કે બીજા કોઈનો પડછાયો બિલકુલ ન જોવો જોઈએ. અન્યથા તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

  • સવારે ઉઠીને ક્યારેય જૂઠા વાસણો ન જોવા જોઈએ. જો તમે આવું ન કરો તો માતા લક્ષ્મી ચાલી જાય છે.

  • સવારે ઘરની બહાર કોઈ કૂતરો લડતો ન જોવો જોઈએ. તે અશુભ માનવામાં આવે છે.

  • સવારે ઉઠીને ક્યારેય અરીસો ન જોવો જોઈએ. કહેવાય છે કે સવારે અરીસામાં જોવાથી તમને રાતની બધી નકારાત્મકતા  અરીસામાંથી ફરી તમારા માનસ પટ પર આવી જાય છે.


 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો