Vastu tips: વાસ્તુશાસ્ત્ર મુજબ  ઘરની અંદરની વસ્તુઓની સાથે ઘરની આસપાસની વસ્તુઓ પણ વાસ્તુ દોષનું કારણ બને છે. ઘરમાં રહેલા વાસ્તુ દોષ વ્યક્તિની માનસિક, શારીરિક અને આર્થિક સ્થિતિને અસર કરે છે.


વાસ્તુશાસ્ત્ર મુજબ  ઘરની અંદરની વસ્તુઓની સાથે ઘરની આસપાસની વસ્તુઓ પણ વાસ્તુ દોષનું કારણ બને છે. ઘરમાં રહેલા વાસ્તુ દોષ વ્યક્તિની માનસિક, શારીરિક અને આર્થિક સ્થિતિને અસર કરે છે.


ઘરમાં ન રાખો આ વસ્તુઓ


વાસ્તુ અનુસાર ઘરમાં તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઇએ.  માર્કેટમાં આવી ઘણી વસ્તુઓ છે, જે દેખાવમાં સારી લાગે છે, પરંતુ તેનું ટેક્સચર શાર્પ છે. આવી અણીદાર, ધારવાળી  વસ્તુઓને ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. ઘરમાં આવી વસ્તુઓ સંબંધમાં તિરાડ પેદા કરે છે. તેમજ જો તેમનામાં નકારાત્મકતા હોય તો તે ઘરની આર્થિક સ્થિતિને અસર કરે છે.


ઘરની ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં કચરો એકઠો ન થવા દેવો જોઇએ. તે નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.  ભારે મશીનો પૂર્વ અથવા ઉત્તર દિશામાં ન રાખો. આ વસ્તુઓ ઘરમાં વાસ્તુ દોષ  સર્જે  છે.


ઘરમાં ક્યારેય પણ તૂટેલો કાચ ન રાખવો જોઇએ. આ વસ્તુ પણ નેગેટિવ ઉર્જાનો સંચાર કરે છે. ઘરની છત પર ભંગારને ભેગો કરવો પણ વાસ્તુ દોષ સર્જે છે.ખાસ કરીને લોંખડનો ભંગાર છત પર ક્યારેય ન રાખો, નટરાજની મૂર્તિ, મહાભારતના યુધ્દનું ચિત્ર વગેરે પણ ઘરના ન રાખવાની વાસ્તુમાં સલાહ આપવામાં આવી છે. બંધ ઘડિયાળ પણ નકારાત્મ ઊર્જાનો સંચાર કરે છે. બંધ ઘડિયાળ ઘરમાં ન રાખવાની વાસ્તુમાં સલાહ આપવામાં આવી છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


 


 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.