Vinayak chaturthi: બુધવાર વિઘ્નહર્તા ગણેશ જીને સમર્પિત છે. કોઈપણ  શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી કરવામાં આવે છે. દર મહિનાની ચતુર્થી તિથિ અને સપ્તાહમાં બુધવારે ગણેશજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરવાથી અને વ્રત વગેરે કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ કે બુધવારે કયા ઉપાયો કરી શકાય છે.


બધુવારના દિવસે કરો આ ઉપાય


આત્મવિશ્વાસ વધારવા માટે બુધવારે સ્નાન કર્યા પછી વિધિ પ્રમાણે શ્રી ગણેશજીની પૂજા કરો. ગણેશજીને લાલ સિંદૂરનું તિલક કરો, ગોળ અને ઘી ચઢાવો.


વિવાહિત જીવનમાં સુખ માટે


દાંમપત્ય જીવનને ખુશ રાખવા માટે બુધવારે એક થાળી અથવા કેળાનું પાન લો અને તેમાં રોલી વડે ત્રિકોણ બનાવો. હવે ત્રિકોણ ચિહ્નની સામે એક દીવો પ્રગટાવો અને મધ્યમાં 900 ગ્રામ દાળ અને આખા લાલ મરચાં મૂકો. તે પછી 'અગ્ને સખાસ્ય બોધિ ન' મંત્રનો જાપ કરો. જાપ કર્યા પછી પૂજાની સામગ્રી નદીમાં વહાવી દો. આ ઉપાયથી  દાંપત્ય જીવનમાં ખુશી આવશે.


સફળતા માટે


જો કોઈ કામમાં અડચણ આવતી હોય તો સફળતા મેળવવા માટે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી ભગવાન ગણેશને પ્રણામ કરો અને તેમની સામે આસન બિછાવીને બેસો. ત્યારબાદ ભગવાન ગણેશના મંત્રનો જાપ કરો, શ્રી ગણેશાય નમઃ.


આ મંત્રનો 11 વાર જાપ કર્યા પછી ગણેશજીને લાલ ફૂલ ચઢાવો. આ ઉપાય કરવાથી અસર દેખાશે અને દરેક કાર્યમાં સફળતા ચોક્કસથી મળવા લાગશે.


ધન સંબંધિત સમસ્યા  સમસ્યા માટે


જો મહેનત કર્યા પછી પણ પૈસા નથી મળી રહ્યા તો આજે ગણેશજીને સ્નાન કરાવ્યા પછી મંદિરમાં 11  દુર્વા ચઢાવો. મોદકનો ભોગ ચઢાવો. ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે.


ઋણમાંથી મુક્તિ મેળવવા માટે


દરેક વ્યક્તિ દેવામાં મુક્તિ ઇચ્છે છે આ માટે  ગણેશજીના મંદિરમાં જઈને તેમની સામે આસન બિછાવીને બેસો. અને ઓમ ગણપતયે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરો. આ પછી કપૂરની આરતી કરો. આમ કરવાથી તમને જલ્દી જ દેવાની સમસ્યામાંથી છુટકારો મળશે.


પરિવારમાં સુખ અને શાંતિ માટે-


જો પરિવારમાં કલહની સ્થિતિ હોય તો બુધવારે ગણેશજીને કાચું નારિયેળ ચઢાવો. સાથે ગોળના લાડુ ચઢાવો. આમ કરવાથી ઘરના વિખવાદનો અંત આવશે અને પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.