Eye Twitching: આંખ ફરકવી  બહુ સામાન્ય બાબત છે. તમે ઘણી વાર લોકોને આંખ ફરકવાના સંકેતો વિશે સાંભળ્યું હશે. લોકોને થોડીવાર માટે આ સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ આ સમસ્યા જાતે જ દૂર થઈ જાય છે. હિંદુ ધર્મમાં આંખો ફરકવી મીંચવી એ શુભ કે અશુભ સંકેત તરીકે જોવામાં આવે છે.


મહિલાની ડાબી આંખ ફરકાવના સંકેત


આંખ ફરકવી  એ સામાન્ય બાબત છે. પરંતુ હિંદુ ધર્મમાં, આંખ ફરકવી  અલગ રીતે અને પુરુષોમાં અલગ રીતે જોવામાં આવે છે. સ્ત્રીઓ માટે, ડાબી આંખનું ફરકવું  શુભ શુકન માનવામાં આવે છે.


જો કોઈ સ્ત્રીની ડાબી આંખ ફરકવાનો અર્થ એ છે કે, તેની સાથે કંઈક સારું થવાનું છે. પરંતુ સ્ત્રની જમણી આંખનું ફરકવું શુભ નથી મનાતું તેનો અર્થ એવો છે કે, કોઈ અકસ્માત કે કોઇ અશુભ ઘટના બની શકે છે.


પુરૂષોની કઇ આંખ ફરકવી શુભ છે


પુરૂષોની વાત કરીએ તો જમણી આંખનું ફરકવું  શુભ માનવામાં આવે છે. મતલબ છે કે, જો તમારી જમણી આંખ ફરકી રહી છે તો તમારી સાથે કંઈક સારું થવાનું છે. જ્યારે પુરૂષોમાં ડાબી આંખનું ફરકવું  શુભ માનવામાં આવતું નથી તેનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક અપ્રિય ઘટના બની શકે છે.


વૈજ્ઞાનિક કારણ


એવું માનવામાં આવે છે કે,  જ્યારે તમે તમારી આંખો પર વધુ પડતો તણાવ રાખો છો અથવા તમને પૂરતી ઊંઘ નથી આવતી અથવા તમારા મનમાં તણાવ હોય છે અથવા તમે સ્ક્રીનનો વધુ સમય પસાર કરો છો, ત્યારે તમારી આંખો ફરકે  છે.  જો આવું વાંરવાર થતું હોય એટલે કે આંખ વારંવાર ફરકતી હોય તો અન્ય કોઇ તકલીફના કારણે હોઇ શકે છે. આવી સ્થિતિમાં શુભ અશુભના સંકેતમાં ફસાયા વિના ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.