Akshaya Tritiya 2025:  30 એપ્રિલ બુધવારે મનાવાશે. અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી અને ધનપતિ કુબેરની પૂજા કરતી વખતે આ દુર્લભ મંત્રોનો જાપ કરવાનું ભૂલશો નહીં, એવું માનવામાં આવે છે કે મંત્રોના શુભ પ્રભાવથી મહાલક્ષ્મી તેમની મનોકામનાઓ શીઘ્ર  પૂર્ણ કરે છે.


ॐ श्री महालक्ष्म्याई च विदमहे विष्णु पत्न्या च धीमहा तन्नो लक्ष्मी प्रचोदयत ॥ - અક્ષય તૃતીયા પર લક્ષ્મી ગાયત્રી મંત્રનો જાપ કરો. માતાને ફૂલ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે, આ શુભ પ્રભાવથી સમૃદ્ધિ, સંપત્તિ અને પ્રગતિ થાય છે.


ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે ધનમ પુરાય નમઃ. - અક્ષય તૃતીયા પર કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન આ આઠ લક્ષ્મી કુબ્રે મંત્રનો જાપ કરો. એવું કહેવાય છે કે આનાથી ધન પ્રાપ્ત થાય છે. બરકત રહે છે.


ઓમ અમૃત લક્ષ્માયાય નમઃ :- દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને ધન પ્રાપ્તિની ઈચ્છા માટે અક્ષય તૃતીયા પર આ મંત્રનો 108 વાર જાપ કરો, એવું માનવામાં આવે છે કે,આ મંત્રના જાપથી દેવી લક્ષ્મીનો ઘરમાં કાયમી વાસ કરે છે.


ઓમ શ્રી ગુરુદેવાય નમઃ - અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુએ નર-નારાયણનો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરો. તેનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે. ભાગ્ય તમારો સાથ આપે છે.


'કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત: મૂળતસ્ય સ્થિતો બ્રહ્મ મધ્યે માતૃ ગણ સ્મૃતા:' - અક્ષય તૃતીયા પર કલશની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. આ કારણે કલશમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. આ દિવસે માટીના વાસણની પૂજા કરીને તેનું દાન કરવાથી અમૃત અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.


અક્ષય તૃતીયા પર લક્ષ્મી સ્તોત્ર, શ્રી સૂક્તનો પાઠ કરો. આર્થિક કટોકટી તેના પ્રતાપથી દૂર થાય છે.                        


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો