દેવ દિવાળીના દિવસે દેવતાઓ પૃથ્વી પર દિવાળી મનાવવા આવે છે, એવી ધાર્મિક માન્યતા છે. આ જ કારણથી આ પર્વને દેવતાઓની દિવાળી એટલે કે દેવ દિવાળી કહેવામાં આવે છે. માન્યતા અનુસાર કહેવાય છે કે, દેવદિવાળીએ દેવતાએ  ભગવાન શિવની નગરી કાશીમાં દેવતાઓ ગંગા કિનારે દીવા પ્રગટાવવા આવે છે. દેવતાઓના સ્વાગત માટે આ દિવસે ગંગા ઘાટથી લઈને મંદિરો અને ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે.

Continues below advertisement

દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાની તિથિએ દેવ દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે દિવાળીની જેમ જ ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. વારાણસી એટલે કે કાશીમાં દેવ દિવાળીની ઉજવણી ખૂબ જ ભવ્ય અને ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે કાશીના તમામ ઘાટોને હજારો દીવાઓથી શણગારવામાં આવે છે.

Continues below advertisement

દેવ દિવાળીને દેવ દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે તમામ દેવી-દેવતાઓ પૃથ્વી પર અવતરણ કરે છે. દેવી-દેવતાઓના સ્વાગતની ખુશીમાં લોકો દીવા પ્રગટાવે છે. દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દીપદાન કરવાની પણ પરંપરા છે. માન્યતા છે કે દેવ દિવાળીના દિવસે દીપદાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં દેવ દિવાળી ક્યારે ઉજવવામાં આવશે અને પૂજાનું શુભ મુહૂર્ત શું રહેશે.

દેવ દિવાળી 2026 ક્યારે છે?પંચાંગ અનુસાર, કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 23 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યે 42 મિનિટે થશે. જ્યારે પૂર્ણિમા તિથિનું સમાપન 24 નવેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે 23 મિનિટે થશે. આથી વર્ષ 2026માં દેવ દિવાળીનો પવિત્ર તહેવાર 24 નવેમ્બર, 2026ના રોજ ઉજવવામાં આવશે.

દેવ દિવાળીનું શુભ મુહૂર્તદેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવવા માટે પ્રદોષ કાળનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

તારીખ: 24 નવેમ્બર, 2026પ્રદોષ કાળનું શુભ મુહૂર્ત: સાંજે 5:08થી રાત્રે 7:47 વાગ્યા સુધીદેવ દિવાળીના દિવસે ઘરના મંદિર, મુખ્ય દરવાજા અને આંગણામાં દીવા અવશ્ય પ્રગટાવવા જોઈએ. આ ઉપરાંત દેવી-દેવતાઓ અને પોતાના ઇષ્ટદેવના નામનો દીવો પણ પ્રગટાવવો જોઈએ.

આ દિવસે 11, 21, 51 અથવા 108 દીવા પ્રગટાવવાની પરંપરા છે. ભક્તો પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર આથી વધુ દીવા પણ પ્રગટાવી શકે છે.

દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે?પૌરાણિક કથા અનુસાર, ત્રિપુરાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો. તેણે પોતાની શક્તિના બળે સ્વર્ગ સહિત ત્રણેય લોક પર અધિકાર જમાવી લીધો હતો. તેના અત્યાચારથી દેવતાઓ પણ ખૂબ પરેશાન થઈ ગયા હતા.આખરે તમામ દેવતાઓ ભગવાન શિવના શરણે પહોંચ્યા અને તેમની પાસે મદદની પ્રાર્થના કરી. દેવતાઓની વિનંતી સાંભળીને ભગવાન શિવે ત્રિપુરાસુરનો સંહાર કર્યો.ત્રિપુરાસુરના વધની ખુશીમાં તમામ દેવતાઓ ભગવાન શિવની નગરી કાશી પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભગવાન શિવનો આભાર માન્યો અને ગંગા નદીના કિનારે દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવ્યો હતો.ધાર્મિક માન્યતા અનુસાર, ત્યારથી જ આ દિવસને દેવ દિવાળી અથવા દેવ દીપાવલી તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જે દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો, તે દિવસ કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાનો હતો.