Sharwan Month 2025: હાદેવને સમર્પિત શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇ શ્રાવણ સુદ એકમથી થઇ ગયો. આ માસ 23 ઓગસ્ટ શનિવારે શ્રાવણ વદ અમાસે   સમાપ્ત થશે. શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે તેવી જ રીતે સાતેય વાર પણ કોઇને કોઇ દેવતાને સમર્પિત છે. સોમવાર મહાદેવનો વાર કહેવાય છે. જેથી મહાદેવના સાધના આરાધનાના શ્રાવણ માસમાં જ્યારે સોમવાર આવે છે તો તેનું મહત્વ વિશેષ હોય છે. આ વર્ષે 2025માં 4 સોમવાર આવે છે. આ શ્રાવણ માસ અન્ય તહેવારથી પણ ભરપૂર હોય છે, આ માસમાં રક્ષાબંધન સહિત અનેક પર્વ આવે છે. જેની યાદી જોઇએ . 

જન્માષ્ટમી ક્યારે

આ વર્ષે જન્માષ્ટમીને લઈને ભક્તોમાં થોડી મૂંઝવણ છે, કારણ કે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ બે દિવસમાં આવી રહ્યો છે. હિન્દુ પંચાંગ મુજબ, અષ્ટમી તિથિ 15 ઓગસ્ટ, 2025 ના રોજ રાત્રે 8:25 વાગ્યે શરૂ થશે અને 16 ઓગસ્ટ, 2025 ના રોજ રાત્રે 10:58 વાગ્યા સુધી રહેશે. રોહિણી નક્ષત્ર 16મી ઓગસ્ટે રાત્રિ દરમિયાન રહેશે. આધાર પર, નિર્ણાયક તારીખ 16 ઓગસ્ટ માનવામાં આવી રહી છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના સંયોગમાં થયો હતો.

જન્માષ્ટમીની વિધિ

  • ઉપવાસ રાખવાનું વ્રત લો અને આખો દિવસ ઉપવાસ રાખો.
  • ઘરે કે મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ કે ઝાંખી સજાવો.
  • ભગવાન ઠાકુરને પંચામૃતથી સ્નાન કરાવો.
  • તેમને નવા વસ્ત્રો પહેરાવો, માખણ, ખાંડ અને તુલસી અર્પણ કરો.
  • મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણ જન્મોત્સવની આરતી કરો.
  • ભજન અને કીર્તન ગાઓ અને ઝૂલા ઝૂલાવો.
  • બીજા દિવસે ઉપવાસ તોડો અને પ્રસાદ વહેંચો.
  • શ્રાવણ માસમાં આવતા પર્વ

    • 9 ઓગસ્ટ શનિવારે રક્ષા બંધન (શ્રાવણી પૂનમ)
    • 11 ઓગસ્ટ સોમવાર  (શ્રાવણનો ત્રીજો સોમવાર)
    • 13 ઓગસ્ટ બુધવાર નાગપંચમી
    • 14 ઓગસ્ટ ગુરૂવાર રાંઘણછઠ્ઠ
    • 15 ઓગસ્ટ શુક્રવાર સ્વતંત્ર દિવસ, શીતળા સાતમ, પારસીનું નવ વર્ષ
    • 16 ઓગસ્ટ શનિવારે (કૃષ્ણ જન્માષ્ટમી)
    • 17 ઓગસ્ટ  રવિવાર  નૌમ
    • 18 ઓગસ્ટ સોમવાર શ્રાવણ દસમ (શ્રાવણનો ચોથો સોમવાર)
    • 19 મંગળવાર અગિયાર
    • 20 બુધવાર શ્રાવણ વદ બારસ (પર્યુષણનો પ્રારંભ)
    • 23 ઓગસ્ટ શનિવારે શ્રાવણનો અંતિમ દિવસ  (શ્રાવણ વદ અમાસ)