Labh Panchami 2025: કારકત માસની શુક્લપક્ષની પંચમી તિથિને લાભ પંચમી કહેવાય છે. આ વર્ષે પંચમી તિથિ 25 ઓક્ટોબર, શનિવારના રોજ બપોરે 03:48 વાગ્યે શરૂ થઈ રહી છે.

Continues below advertisement

લાભ પંચમી 2025નું શુભ મુહૂર્ત

લાભ પંચમી પર પૂજા માટેનો શ્રેષ્ઠ સમય પંચમી બેલા છે, જે સવારે પડે છે. આ સમય દરમિયાન વેપારીઓ પોતાના ખાતાની પૂજા કરે છે અને નવા સાહસો શરૂ કરે છે.આ સમય દરમિયાન ઘરે પૂજા કરવી પણ શુભ છે. પંચમી બેલા માટેનો શુભ સમય 26 ઓક્ટોબરના રોજ સવારે 6:29 થી 10:13 સુધીનો છે. પૂજાનો કુલ સમયગાળો આશરે 3 કલાક અને 44 મિનિટનો રહેશે.

Continues below advertisement

લાભ પંચમી પૂજા વિધિ

  • સ્થળ પર લાલ કપડું પાથરીને તેના પર દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન શિવની મૂર્તિઓ અથવા ચિત્રો મૂકો.
  • દીવો પ્રગટાવો એક કળશ સ્થાપિત કરો અને તેમાં પાણી, સોપારી, આંબાના પાન, એક સિક્કો અને આખા અનાજ મૂકો
  • સૌપ્રથમ, સૂર્યદેવને પ્રાર્થના કરો, અર્ઘ્ય આપો અને દિવસની શુભ શરૂઆત કરો.
  • હવે, ભગવાન ગણેશને સિંદૂર, ચંદન, ફૂલો, દૂર્વા અને મોદક અર્પણ કરો.
  • સાથે મહાલક્ષ્મીનું પણ સ્થાપન પૂજન કરો, ખીરનો ભોગ ધરાવો
  • ભગવાન શિવને બિલીપત્ર, ધતુરા અને સફેદ ફૂલો અર્પણ કરો.
  • દેવી લક્ષ્મીને કમળના ફૂલો, લાલ ખેસ, ચાંદીના સિક્કા અને સુગંધિત ધૂપ અર્પણ કરો.
  • ભોગ તરીકે હલવો, પુરી, ખીર અથવા માલપુઆ અર્પણ કરો.
  • "ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મીયે નમઃ" મંત્રનો ૧૦૮ વાર જાપ કરો અને અને આરતી થાળ કરો

લાભ પંચમી 2025 નું મહત્વ

લાભ પંચમીની પૂજા કરવાથી વ્યક્તિને ઘન લક્ષી ઘણા મહત્વપૂર્ણ ફાયદા થાય છે. આ દિવસને "સૌભાગ્ય પંચમી" પણ કહેવામાં આવે છે, જેનો અર્થ "સૌભાગ્ય વધારતો દિવસ" થાય છે. આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરે  વ્યવસાયની શરૂઆત કરવામાં આવે  છે. જે લોકો આજના દિવસે નવું સાહસ કે વ્યવસાય શરૂ કરે છે તેઓ આખા વર્ષ દરમિયાન સમૃદ્ધિનો અનુભવ કરે છે. ઘર અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે.કોઇ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે આ દિવસ શુભ મનાય છે.

લાભ પંચમીના ઉપાય

લાભ પંચમી પર ધન અને સૌભાગ્ય આકર્ષવા માટે ઘણી ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આ દિવસે ચાંદી અથવા પિત્તળનો કાચબો ખરીદવો એ આર્થિક સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉદ્યોગપતિઓ, તેમના વ્યવસાયની શરૂઆત માટે તેમની નવી ડાયરીઓમાં "શુભ લાભ" લખવા ઉપરાંત, દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરે છે અને પછી તેને સાત કુમારિકમાં વહેંચે છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી વ્યવસાયમાં અવરોધો દૂર થાય છે અને ધનની દેવી દેવી લક્ષ્મીના પુષ્કળ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વધુમાં, પૂજા સ્થાન પર અથવા તિજોરીમાં હળદરનો ગઠ્ઠો અને ફૂલો મૂકવાથી ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે, જેનાથી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.