Shrawan 2024: હાલ મહાદેવને સમર્પિત શ્રાવણ માસ ચાલી રહ્યો છે.   આ સમય દરમિયાન ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ  પદાર્થથી અભિષેક  કરવામાં આવે છે. શ્રાવણ  માસમાં વ્રત રાખીને દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કર્યા હતા. તેથી આ માસનું મહત્વ વધુ વધી ગયું છે.


શ્રાવણ  મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. તે સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે. દરેક શ્રાવણ સોમવાર અને શિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા, ઉપવાસ અને જલાભિષેક કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.


આ સમય દરમિયાન ભક્તો ગંગાજળ સહિત પાવન જળ અને દૂધ સહિતના પદાર્થ શિવલિંગને  ચઢાવે છે અને મંદિરોમાં શિવની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવને શ્રાવણ  મહિનો આટલો પ્રિય કેમ છે તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.


શ્રાવણ માસ સંબંધિત પૌરાણિક કથા


સ્કંદ પુરાણ અનુસાર, ભગવાન શિવે સનતકુમારને કહ્યું હતું કે ,તેમને શ્રાવન મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનાની દરેક તિથિ અને વ્રત એક ઉત્સવ સમાન છે. જ્યારે સનતકુમારે શિવને શ્રાવણ પ્રિય હોવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું,  આ માસમાં જ પાર્વતીને  પતિ તરીકે મળવાનું  વચન મળ્યુ હતું.                                                                                      


જ્યારે દેવી સતીએ તેમના પિતા દક્ષના ઘરે બલિદાન અગ્નિમાં પોતાનો જીવ આપ્યો, ત્યારે તેણીનો હિમાચલમાં રાણી મૈનાના ઘરે પાર્વતી તરીકે પુનર્જન્મ થયો. યુવાવસ્થાથી જ પાર્વતીએ શ્રાવણ માસમાં ઉપવાસ કરીને સખત ઉપવાસ કર્યા અને મને પ્રસન્ન કરી લગ્ન કર્યા, એટલા માટે આ મહિનો મહાદેવને પ્રિય છે. માન્યતા છે કે, આ માસમાં જે પણ કન્યા પાર્વતીની જેમઉપવાસ અને મહાદેવની વિધિવત પૂજા કરે છે તેમને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.