શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના ટેન્શન વચ્ચે ખરીદો આ 5 બેસ્ટ CNG કાર, આપશે બમ્પર માઇલેજ

Best mileage CNG cars 2026: જો તમારું બજેટ ઓછું છે અને તમે સારી માઇલેજવાળી કાર શોધી રહ્યા છો, તો મારુતિ, ટાટા અને હ્યુન્ડાઇની આ 5 સસ્તી ફેક્ટરી-ફિટેડ CNG કાર્સ તમારા ખિસ્સાનો ભાર હળવો કરશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે CNG કાર બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ.
  • મારુતિ વેગનઆર, એસ-પ્રેસો, ટાટા પંચ, સ્વિફ્ટ, હ્યુન્ડાઇ એક્સ્ટર શ્રેષ્ઠ વિકલ્પો.
  • CNG કાર્સ શ્રેષ્ઠ માઇલેજ સાથે પેટ્રોલ-ડીઝલ ખર્ચમાં રાહત આપે.
  • ફેક્ટરી-ફિટેડ CNG કાર એન્જિનની લાઈફ વધારે, પર્યાવરણને અનુકૂળ.

Best mileage CNG cars 2026: નવી કાર ખરીદવાનું સપનું કોને ન હોય? પણ દરરોજ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈને ઘણા લોકો કાર ખરીદવાનો વિચાર માંડી વાળતા હોય છે. સતત મોંઘા થતા ઈંધણની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે અને બજેટ ખોરવાઈ જાય છે. જો તમે પણ આ મોંઘવારીના મારથી બચવા માંગતા હોવ, તો અત્યારે ફેક્ટરી-ફિટેડ CNG કાર ખરીદવી એ સૌથી સ્માર્ટ અને સસ્તો વિકલ્પ છે. આજે અમે તમને બજારમાં મળતી એવી 5 શ્રેષ્ઠ અને બજેટ-ફ્રેન્ડલી CNG કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત પણ ઓછી છે અને માઇલેજ પણ જોરદાર આપે છે.

1. મારુતિ સુઝુકી વેગનઆર (WagonR)

ભારતીય પરિવારોની સૌથી માનીતી કાર એટલે વેગનઆર. આ કાર તેના ઉત્તમ માઇલેજ અને સ્પેસ માટે ખૂબ જ જાણીતી છે. CNG પર આ કાર લગભગ 34 કિમી/કિલોની જોરદાર માઇલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત લગભગ ₹6 લાખથી શરૂ થાય છે, જે મિડલ ક્લાસ માટે એકદમ પરફેક્ટ વિકલ્પ છે.

2. મારુતિ સુઝુકી એસ-પ્રેસો (S-Presso)

જો તમારું બજેટ માત્ર ₹5 લાખ સુધીનું જ છે, તો એસ-પ્રેસો તમારી પહેલી પસંદ બની શકે છે. આ કારની શરૂઆતી કિંમત માત્ર ₹4.62 લાખ છે. આટલી સસ્તી હોવા છતાં તે 32.73 કિમી/કિલોની શાનદાર માઇલેજ આપે છે.

3. ટાટા પંચ સીએનજી (Tata Punch)

ટાટાની મજબૂતી અને સેફ્ટી પસંદ કરતા લોકો માટે આ કાર એક ભેટ સમાન છે. પંચ એ ભારતની સૌથી સુરક્ષિત (5-સ્ટાર સેફ્ટી રેટિંગ) માઇક્રો-એસયુવી છે. તેમાં ટાટાની ખાસ 'ડ્યુઅલ-સિલિન્ડર ટેકનોલોજી' આપવામાં આવી છે, જેથી સીએનજી હોવા છતાં ડિકીમાં સામાન મૂકવા માટે પૂરતી જગ્યા મળી રહે છે. તેની શરૂઆતી કિંમત લગભગ ₹6.75 લાખ છે અને તે 27 કિમી/કિલો સુધીની માઇલેજ આપે છે.

આ પણ વાંચોઃ ખાસ વાહનો માટે સરકાર લાવી રહી છે સ્પેશિયલ ફ્રી FASTag, ટોલ આપ્યા વિના જ થશે પાસ

4. મારુતિ સુઝુકી સ્વિફ્ટ (Swift)

યુવાનોની ફેવરિટ આ હેચબેક કાર હવે નવા Z-સિરીઝ એન્જિન સાથે આવે છે. મારુતિની પાવરફુલ S-CNG ટેકનોલોજી સાથે આ કાર 32.85 કિમી/કિલોની જબરદસ્ત માઇલેજ આપે છે. બજારમાં આ નવા મોડલની શરૂઆતી કિંમત અંદાજે ₹7.45 લાખ રાખવામાં આવી છે.

5. હ્યુન્ડાઇ એક્સ્ટર (Exter)

જો તમને સસ્તી કિંમતમાં એસયુવી જેવો લુક જોઈતો હોય, તો આ કાર બેસ્ટ છે. તે તેના સ્ટાઇલિશ દેખાવ અને પ્રીમિયમ ફિચર્સ માટે ખૂબ જાણીતી છે. આ કાર સીએનજીમાં 27 કિમી/કિલો સુધીની માઇલેજ આપે છે અને તેની શરૂઆતી કિંમત લગભગ ₹5.80 લાખથી થાય છે.

CNG કાર ખરીદવાના ફાયદા

પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં CNG ઘણું સસ્તું પડે છે, એટલે રોજના પેટ્રોલના ખર્ચમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત, તે પર્યાવરણ માટે પણ સારું છે કારણ કે તે પ્રદૂષણ ઓછું ફેલાવે છે. સારી બાબત એ પણ છે કે, ફેક્ટરી-ફિટેડ CNG કાર્સ એન્જિનની લાઈફ પણ વધારે છે.

આ પણ વાંચોઃ માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Tata Sierra EV: AWD સિસ્ટમ સાથે મળશે 500 KM ની રેન્જ

Frequently Asked Questions

CNG કાર ખરીદવાનો સૌથી મોટો ફાયદો શું છે?

CNG કાર પેટ્રોલ અને ડીઝલ કરતાં ઘણી સસ્તી પડે છે, જેનાથી રોજિંદા ઇંધણ ખર્ચમાં બચત થાય છે. તે પર્યાવરણ માટે પણ સારી છે કારણ કે ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

Maruti WagonR CNG કેટલી માઇલેજ આપે છે?

Maruti WagonR CNG CNG પર લગભગ 34 કિમી/કિલોની શાનદાર માઇલેજ આપે છે. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત લગભગ ₹6 લાખથી શરૂ થાય છે.

Tata Punch CNG માં ડિકીમાં જગ્યા મળે છે?

હા, Tata Punch CNG માં ટાટાની ખાસ 'ડ્યુઅલ-સિલિન્ડર ટેકનોલોજી' આપવામાં આવી છે, જેથી CNG હોવા છતાં ડિકીમાં સામાન મૂકવા માટે પૂરતી જગ્યા મળી રહે છે.

₹5 લાખના બજેટમાં કઈ CNG કાર શ્રેષ્ઠ છે?

જો તમારું બજેટ ₹5 લાખ સુધીનું છે, તો Maruti Suzuki S-Presso એક સારો વિકલ્પ છે. તેની શરૂઆતી કિંમત ₹4.62 લાખ છે અને તે 32.73 કિમી/કિલોની માઇલેજ આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પેટ્રોલ અને ઇથેનોલ બંનેથી ચાલશે દેશની પહેલી ફ્લેક્સ ફ્યુઅલ વેગનઆર, જાણો કિંમત અને ફીચર્સ
પેટ્રોલ અને ઇથેનોલ બંનેથી ચાલશે દેશની પહેલી ફ્લેક્સ ફ્યુઅલ વેગનઆર, જાણો કિંમત અને ફીચર્સ
શું E85 ઇંધણ આવવાથી E20 વાહનો બેકાર થઈ જશે? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
શું E85 ઇંધણ આવવાથી E20 વાહનો બેકાર થઈ જશે? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
E20 Petrol: જો ઇથેનોલથી જૂની કારનું એન્જિન બગડશે તો ઇન્સ્યોરન્સ ક્લેમ મળશે? જાણો નિયમ
E20 Petrol: જો ઇથેનોલથી જૂની કારનું એન્જિન બગડશે તો ઇન્સ્યોરન્સ ક્લેમ મળશે? જાણો નિયમ
હવે ભારતમાં પણ દોડશે સેલ્ફ-ડ્રાઈવિંગ કાર, બદલાય જશે ઓટો ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય, Autonomous Vehicle ટેકનોલોજીને મંજૂરી
હવે ભારતમાં પણ દોડશે સેલ્ફ-ડ્રાઈવિંગ કાર, બદલાય જશે ઓટો ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય, Autonomous Vehicle ટેકનોલોજીને મંજૂરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget