Budget 2025: મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત આપતું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બિહારને ઘણી ભેટો આપી. બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા આવી રહી છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું, "મને સમજાતું નથી કે આ ભારત સરકારનું બજેટ હતું કે પછી બિહાર સરકારનું? શું તમે કેન્દ્રીય નાણામંત્રીના આખા બજેટ ભાષણમાં બિહાર સિવાય બીજા કોઈ રાજ્યનું નામ સાંભળ્યું છે?”






કુલ મળીને જાહેરાતો બિહાર માટે બહુ જ સકારાત્મકઃ સંજય કુમાર ઝા 
જેડી(યુ)ના સાંસદ સંજય કુમાર ઝાએ કહ્યું, “બિહાર માટે સૌથી મોટી જાહેરાત એ છે કે અહીં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ ખૂબ મોટી જાહેરાત છે. મખાના બોર્ડની રચના કરવામાં આવશે. ૮૫-૯૦% મખાનાની ખેતી મિથિલા પ્રદેશ, કોસી પ્રદેશમાં થાય છે. મખાનાની હવે વૈશ્વિક માંગ છે. પશ્ચિમ કોસી સિંચાઈ વ્યવસ્થા મિથિલા ક્ષેત્રની લાંબા સમયથી પડતર માંગ હતી. નાણામંત્રીએ આ જાહેરાત કરી છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્સ્ટિટ્યૂટની પણ જાહેરાત કરવામાં આવી છે. તેથી, એકંદરે આ જાહેરાતો બિહાર માટે ખૂબ જ સકારાત્મક છે. ૧૨ લાખ રૂપિયા સુધીની કરમુક્તિ એ મોટી રાહત છે.






બિહારમાં રોજગારના અવસર પેદા થશેઃ કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય 
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, “બિહારને પણ પ્રાથમિકતા મળી છે. રાજ્ય માટે મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટ ગરીબો, ખેડૂતોના કલ્યાણ માટે અને મધ્યમ વર્ગને મદદ કરવા માટે છે. આ એક એવું બજેટ છે જે રોજગારની તકો ઉભી કરશે. મખાના બોર્ડની જાહેરાત ખાસ હતી. બિહારના લોકો વતી, હું પીએમ મોદી અને કેન્દ્રીય નાણાંમંત્રીનો આભાર માનું છું.


મખાનાની ખેતી કરનારા ખેડૂતોના સપના પુરાઃ મંગલ પાન્ડે 
બિહારમાં મખાના બોર્ડની જાહેરાત પર બિહારના મંત્રી મંગલ પાંડેએ કહ્યું, “હું બિહારના લાખો ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ અને કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો આભાર માનું છું. આ ખેડૂતો ઘણા લાંબા સમયથી ચા બોર્ડ અને રબર બોર્ડની જેમ મખાના બોર્ડની રચનાની માંગ કરી રહ્યા હતા. તાજેતરમાં શિવરાજ સિંહ ચૌહાણ પટના આવ્યા ત્યારે અમે આ બોર્ડની રચના માટે વિનંતી કરી હતી. આજે, કેન્દ્રીય બજેટ 2025 દરમિયાન નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત દ્વારા મખાનાની ખેતી કરતા ખેડૂતોનું તે સ્વપ્ન પૂર્ણ થયું છે.






આ પણ વાંચો


Budget 2025: ખેડૂતોને મળશે 5 લાખ સુધીની સસ્તી લૉન, બજેટમાં થઇ આ મોટી જાહેરાત