નવી દિલ્હી:  મંગળવારે સવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યા પછી  નાણા મંત્રાલયે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં નિર્મલા સીતારમણે બજેટને લગતા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે બજેટ સામાન્ય લોકો માટે ફાયદાકારક રહેશે. આવકવેરા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે મેં આ વખતે પણ ટેક્સ વધાર્યો નથી.


નાણામંત્રીએ પીએમ મોદીના આદેશનો ઉલ્લેખ કર્યો


નિર્મલા સીતારમણે કહ્યું કે, "મેં ટેક્સ વધાર્યો નથી. હું તે વાતનું પુનરાવર્તન કરવા માંગુ છું. ગયા વર્ષે અને આ વર્ષે પણ ટેક્સ નથી વધાર્યો.  મેં ટેક્સ દ્વારા એક પણ પૈસો વધુ કમાવવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. વડાપ્રધાનનો આદેશ હતો કે  ભલે ગમે તેટલું નુકસાન થાય, મહામારી દરમિયાન જનતા પર ટેક્સનો બોજ ન નાખવો જોઈએ. આદેશ આ વખતે પણ હતો. તેથી જ અમે ટેક્સ દ્વારા કોઈ પૈસા કમાઈને રાહત મેળવવાનો પ્રયાસ પણ કર્યો નથી. ટેક્સ નથી વધારવામાં આવ્યો. 



સરકારે બજેટમાં ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ લાદવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રએ આ ચલણને કાયદેસર બનાવ્યું છે કે કેમ તે અંગે ઘણી શંકાઓ હતી. આના પર, નાણામંત્રીએ કહ્યું, "અમે ક્રિપ્ટોકરન્સીથી થતી આવક પર 30% ટેક્સ લગાવ્યો છે, કારણ કે તે એક સંપત્તિ છે. ડિજિટલ કરન્સીની વાત શું છે, તે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવશે." તેમણે આ દરમિયાન કહ્યું કે અમે ક્રિપ્ટોકરન્સીને કાયદાકીય ચલણ તરીકે માનતા નથી.


તેમણે કહ્યું, “અમારો મતલબ માત્ર આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ડિજિટલ ચલણ છે, બાકીના ક્રિપ્ટો વિશ્વમાં શું થઈ રહ્યું છે તેની સાથે તેનો કોઈ અર્થ નથી. માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે ક્રિપ્ટોની ખરીદી અને વેચાણમાંથી જે આવક થાય છે તે છે.  તે એક પ્રકારની asset છે, જેના પર અમે 30% ટેક્સ લગાવ્યો છે.