Budget 2023 : મોદી સરકાર સરકારી કર્મચારીઓને આપી શકે છે મોટી ભેટ! ટુંકમાં થઈ શકે છે જાહેરાત

એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતી વખતે 8મા પગાર પંચની રજૂઆતની જાહેરાત કરી શકે છે.

Continues below advertisement

Budget 2023 Expectations : કેન્દ્રીય બજેટ (બજેટ 2023) રજૂ થવામાં માત્ર 4 દિવસ બાકી છે. તમામ ક્ષેત્રના લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. કરોડો કરદાતાઓ આ વખતે ઈન્કમ ટેક્ષની મર્યાદામાં છુટછાટને લઈને મોટી આશા રાખી રહ્યાં છે તો બીજી બાજુ સરકારી કર્મચારીઓને પણ આ બજેટથી ઘણી આશાઓ છે. સરકારી કર્મચારીઓ લાંબા સમયથી 8મું પગાર પંચ લાવવાની માંગ કરી રહ્યા છે. જે  માંગ હવે પુરી થાત તેવી શક્યતા સેવાઈ રહી છે. 

Continues below advertisement

એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતી વખતે 8મા પગાર પંચની રજૂઆતની જાહેરાત કરી શકે છે. હાલ દેશમાં 7મું પગાર પંચ ચાલી રહ્યું છે. જો સરકાર 8મા પગાર પંચની જાહેરાત કરે છે તો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. જો આમ થશે તો નીચેના સ્તરથી લઈને ટોચના સ્તર સુધીના સરકારી અધિકારીઓના પગારમાં વધારો થશે.

પગાર પંચ 10 વર્ષમાં આવે છે

કર્મચારીઓ માટે દર 10 વર્ષ પછી પગાર પંચ લાગુ કરવામાં આવે છે. અત્યાર સુધી આ પેટર્ન 5મા, 6મા અને 7મા પગાર પંચના અમલીકરણમાં જોવા મળી છે. કર્મચારીઓએ અગાઉ અનુમાન લગાવ્યું હતું કે, 8મું પગાર પંચ વર્ષ 2023માં સ્થાપવામાં આવશે અને તેની ભલામણો 2026માં લાગુ થઈ શકે છે.

31 જાન્યુઆરીથી રજુ થશે બજેટ સત્ર

નોંધપાત્ર રીતે આ વખતે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી, 2023 થી શરૂ થશે. જે દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. સત્રમાં 27 બેઠકો યોજાશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રહેશે. લગભગ એક મહિનાના વિરામ બાદ બજેટ સત્રનો બીજો તબક્કો 12 માર્ચથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે.

Gujarat Housing Board Vacancy: ગુજરાત હાઉસિંગ બોર્ડ કરી રહ્યું છે વર્ષ 2023 માટે ભરતી, પગાર, પોસ્ટ સહિતની વિગતો

ગુજરાત હાઉસિંગ બોર્ડ  લઇ આવ્યું છે નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક. ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટે તાજેતરમાં 85 ડેટા એન્ટ્રી ઓપરેટરની વર્ષ 2023 માટે કરાર આધારિત ભારતી બહાર પડી છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શકે છે આ માટેની તમામ શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી નીચે મુજબ છે.

અરજી માટેની પ્રક્રિયા?

પહેલા ઉમેદવારો apprenticeshipindia.gov.in પર નોંધણી કરાવે છે જે ઉમેદવારો નોટિફિકેશન અથવા ઉપરોક્ત વિગતો અનુસાર માપદંડોને પરિપૂર્ણ કરે છે તેઓ બંધ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્રની નકલ મોકલી શકે છે. અનુભવ, અને એપ્લિકેશન સાથેના તમામ જરૂરી દસ્તાવેજો.

Continues below advertisement
Sponsored Links by Taboola