Canara Bank Apprentice Recruitment 2024: જો તમે બેન્કમાં નોકરી શોધી રહ્યા છો, તો તમે કેનેરા બેન્કમાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકો છો. કેનેરા બેન્કે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની બમ્પર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ એપ્લિકેશન લિંક એક્ટિવ થયા પછી ફોર્મ ભરી શકે છે. માત્ર નોટિસ બહાર પાડવામાં આવી છે, રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ નથી. રજિસ્ટ્રેશન આજથી 2 દિવસ પછી એટલે કે 21મી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે.


કેવી રીતે અરજી કરવી


કેનેરા બેન્કની એપ્રેન્ટિસ પોસ્ટ માટે ફક્ત ઓનલાઈન અરજી કરી શકાય છે. આ કરવા માટે તમારે બેન્કની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે જેનું એડ્રેસ છે – canarabank.com. આ ભરતી અભિયાન દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની લગભગ 3000 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. અરજીઓ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2024 છે.


આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે


કેનેરા બેન્કની એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો તમે પહેલાથી જ રજિસ્ટ્રેશન કર્યું છે તો તમે બેન્કની વેબસાઈટ પર જઈને સીધી અરજી કરી શકો છો. જો તમે પહેલાથી રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તમારે પહેલા www.nats.education.gov.in પર જઈને તમારું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર જે ઉમેદવારોનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે તેઓ જ આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.


ફોર્મ કોણ ભરી શકે છે


અરજી કરવા માટે તે જરૂરી છે કે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હોય. વય મર્યાદા 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારનો જન્મ 1/9/1996 થી 1/9/2004 વચ્ચે થયો હોવો જરૂરી છે.


પસંદગી કેવી રીતે થશે?


આ જગ્યાઓ પર પસંદગી માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની જરૂર નથી. તેમની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. તેઓએ સબમિટ કરેલા દસ્તાવેજોના આધારે મેરિટ બનાવવામાં આવશે અને તે પછી તેઓએ સ્થાનિક ભાષાની પરીક્ષામાં હાજર રહેવું પડશે અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.


અરજીની ફી કેટલી છે


કેનેરા બેન્કની એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ  500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. SC, ST, PH કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવાની જરૂર નથી. અરજી ફીની ચુકવણી માત્ર ઓનલાઈન જ કરી શકાશે. અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલ ચુકવણી સ્વીકારવામાં આવશે નહીં.