Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતોથી લઈને મહિલા કલ્યાણ સુધીની યોજનાઓની જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રીએ ગૃહમાં લગભગ 74 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યું. ત્યારબાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉભા થયા અને નાણામંત્રીના ટેબલ પર પહોંચ્યા અને સારા બજેટ માટે તેમને અભિનંદન આપ્યા.

 

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે બધા તમારા વખાણ કરી રહ્યા છે કારણ કે બજેટ ખૂબ સારું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી મળ્યા બાદ, પીએમ મોદીએ તેમના કેબિનેટ સાથીદારોને કહ્યું હતું કે, આ બજેટ સામાન્ય માણસ માટે છે. આ ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની આકાંક્ષાઓનું બજેટ છે. આ જ્ઞાન (ગરીબ, યુવાનો, ખેડૂતો અને મહિલા શક્તિ) નું બજેટ છે. 

 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

સામાન્ય બજેટ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બજેટ 2025 એ દરેક ક્ષેત્રમાં વિકસિત અને શ્રેષ્ઠ ભારત બનાવવાના મોદી સરકારના વિઝનની બ્લુપ્રિન્ટ છે. ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગ, મહિલાઓ અને બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્યથી લઈને સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને રોકાણ સુધીના દરેક ક્ષેત્રને આવરી લેતું આ બજેટ મોદીજીના આત્મનિર્ભર ભારતનો રોડમેપ છે. આ સમાવેશી અને દૂરંદેશી બજેટ માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન આપું છું.

બજેટમાં જગતના તાત માટે કરવામાં આવી 11 મોટી જાહેરાતો

 

  • કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • દેશમાં પીએમ ધન-ધન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે. 100 જિલ્લાઓને લાભ મળશે.
  • ડેરી અને મત્સ્યઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન.
  • દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે, કસ્ટમ ડ્યુટી 30% થી ઘટાડીને 5% કરવામાં આવશે.
  • આંદામાન, નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • બિહારના ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે.
  • પશ્ચિમ કોસી નહેર પ્રોજેક્ટ મિથિલા ક્ષેત્રમાં શરૂ થશે. 50 હજાર હેક્ટર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે.
  • કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે 6 વર્ષનું મિશન.
  • ગ્રામીણ યોજનાઓમાં પોસ્ટ પેમેન્ટ બેંક પેમેન્ટ સેવાનો વિસ્તાર કરવામાં આવશે.
  • કપાસના ઉત્પાદન માટે 5 વર્ષની કાર્યયોજના. ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
  • આસામના નામરૂપમાં એક નવો યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

 

આ પણ વાંચો....

Union Budget 2025: નીતીશ પર મહેરબાન મોદી સરકાર, ફરી એકવાર બિહાર માટે ખોલ્યો ખજાનો,નાયડુ રહી ગયા ખાલી હાથ!