India Budget 2025: કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં દેશના વિવિધ ક્ષેત્રોના લોકોને સંતોષવાનો પ્રયાસ કર્યો છે. બજેટમાં તેમના માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ખેડૂતો, મહિલાઓ, SC/ST ઉપરાંત, નાણામંત્રી નિર્મલા સીતારમણે MSME કાર્ડ ધારકો માટે પણ મોટી જાહેરાતો કરી છે.


ખેડૂતોની આવક બમણી કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવામાં આવી છે. આ ઉપરાંત, મહિલા ઉદ્યોગસાહસિકોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તે જ સમયે, સરકારે આ વર્ષના બજેટમાં MSME ક્ષેત્રને ટેકો આપવાનો પણ પ્રયાસ કર્યો છે અને ટર્મ લોનની મર્યાદા વધારવામાં આવી છે. બજેટમાં કયા ક્ષેત્રો માટે કેટલી લોનની જાહેરાત કરવામાં આવી છે તે જાણીએ.


કિસાન ક્રેડિટ કાર્ડ: -  
આ યોજના ખેડૂતો માટે લાવવામાં આવી છે. પહેલા ખેડૂતોને 4 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લૉન મળતી હતી. આ વખતે તેની મર્યાદા વધારવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ થયો કે ખેડૂતો હવે ક્રેડિટ કાર્ડ પર 2 લાખ રૂપિયાની વધારાની લોન મેળવી શકશે.


SC/ST કેટેગરી: - 
નાણામંત્રી નિર્મલા સીતારમણે SC/ST (આદિવાસી અને અનુસૂચિત જાતિ) ની સાથે પછાત વર્ગો માટે મોટી જાહેરાત કરી છે. પહેલી વાર ઉદ્યોગસાહસિકતા શરૂ કરવા માટે 2 કરોડ રૂપિયાની ટર્મ લોનની જાહેરાત કરવામાં આવી છે.


મહિલા વર્ગ: - 
પહેલીવાર સાહસ શરૂ કરતી મહિલાઓ માટે બજેટમાં એક મોટી જાહેરાત પણ કરવામાં આવી છે. આ મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવશે. આ યોજના મહિલા સશક્તિકરણ માટે લાવવામાં આવી છે. મહિલા ઉદ્યોગસાહસિકો આ યોજનાનો લાભ લઈ શકશે અને 2 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકશે.


MSME ક્ષેત્ર: - 
બજેટ 2025 માં MSME ક્ષેત્રનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. MSME ક્રેડિટ ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે. એટલે કે આ કાર્ડ ધારકોને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે 10 કરોડ રૂપિયાની મર્યાદા મળશે.


આ પણ વાંચો


Budget 2025: ખેડૂતોને મળશે 5 લાખ સુધીની સસ્તી લૉન, બજેટમાં થઇ આ મોટી જાહેરાત