Union Budget 2025: આજે ગૃહમાં મોદી સરકાર 3.0નું સામાન્ય બજેટ રજૂ થઇ રહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ 2025 રજૂ કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે વિપક્ષે ગૃહમાં જોરદાર હોબાળો કરી દીધી છે. વિપક્ષના મોટા ભાગના નેતાઓએ મોદી સરકારના બજેટને નકામુ ગણાવીને હોબાળો કર્યો અને ગૃહમાંથી વૉકઆઉટ કરી દીધુ હતુ. 


આજે સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત સુધી દરેક વ્યક્તિ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણના બજેટથી આશા સેવાઇ રહી છે. આ વખતે એવું લાગે છે કે સરકાર મોંઘવારી અને કરવેરા મોરચે લોકોને ઘણી મોટી રાહતોની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ દેશનું આગામી બજેટ રજૂ કરી રહ્યા છે. આમાં કોઈ ખાસ જાહેરાત થવાની અપેક્ષા છે. આમાંથી સૌથી મોટી ભેટ કર મુક્તિના રૂપમાં હોવાની અપેક્ષા છે. 



Budget 2025: ગૃહમાં મોદી સરકારના બજેટનો જોરદાર વિરોધ, વિપક્ષે હોબાળો કરી વૉકઆઉટ કર્યું...


આ જ્ઞાનનું બજેટ છે - કેબિનેટ બેઠકમાં પીએમ 
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ તેમના કેબિનેટ સાથીઓને કહ્યું કે આ બજેટ સામાન્ય માણસ માટે છે. આ ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની આકાંક્ષાઓનું બજેટ છે. આ જ્ઞાન (ગરીબ, યુવાનો, ખેડૂતો અને મહિલા શક્તિ) નું બજેટ છે.






અમને બજેટ પાસેથી કોઈ અપેક્ષા નથી - જયરામ રમેશ
કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે બજેટ વિશે કહ્યું- બજેટમાં ઉદ્દેશ્ય અને સામગ્રી હોય છે. બજેટ પાસેથી આપણને કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી. ચાલો જોઈએ કે સરકાર મધ્યમ વર્ગ માટે શું કરે છે.


સમાજવાદી પાર્ટીની પ્રાથમિકતા કુંભ છે - અખિલેશ યાદવ
બજેટ સત્ર માટે તમામ સાંસદોના સંસદ પહોંચવાની પ્રક્રિયા ચાલુ છે. આ ક્રમમાં, અખિલેશ યાદવે કહ્યું, 'બજેટ આવી રહ્યું છે પણ સપાની પ્રાથમિકતા કુંભ છે.' લોકો પોતાના પ્રિયજનોને શોધી શકતા નથી. મૃતદેહો હજુ પણ ત્યાં છે, પરંતુ સરકાર આંકડા છુપાવી રહી છે. પ્રચાર પાછળ આટલા બધા પૈસા ખર્ચાયા, લોકોને બોલાવવામાં આવ્યા, પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહીં.


આ પણ વાંચો


Union Budget 2025: મહાકુંભથી આવી બજેટ માટે મોટી માંગ! જાણો મોદી સરકારને શું કહી રહ્યા છે લોકો