Budget 2020: સરકારની જાહેરાત- તેજસ જેવી 150 નવી પ્રાઇવેટ ટ્રેન શરૂ કરાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2020 04:35 PM (IST)
નાણામંત્રીએ કહ્યું કે સરકારે 27 હજાર કિલોમીટર લાંબા રેલવે ટ્રેકને ઇલેક્ટ્રિક કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સાથે તેજસ ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે.
નવી દિલ્હીઃનાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે સાથે જોડાયેલી કેટલીક મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકારે 27 હજાર કિલોમીટર લાંબા રેલવે ટ્રેકને ઇલેક્ટ્રિશિયનનું લક્ષ્ય રાખ્યું છે. સાથે તેજસ ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે. આ હવે કેટલાક નવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન સુધી જશે. મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામમાં ઝડપ આવશે. પીપીપી મોડલ હેઠળ 150 પ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં આવશે. તે સિવાય બેંગલુરુમાં 148 કિલોમીટર સબ અર્બન ટ્રેન સિસ્ટમ બનશે. કેન્દ્ર સરકાર 25 ટકા પૈસા આપશે. જેના પર 18 હજાર 600 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. સરકારનું લક્ષ્ય રેલવે 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન છે. બજેટમાં નાણામંત્રીએ કહ્યું કે, 27 હજાર કિલોમીટર રેલવે ટ્રેક ઇલેક્ટ્રિશિયન કરવામાં આવશે. સોલર પાવર કેપેસિટી માટે રેલવે ટ્રેનના કિનારે પાવર ગ્રિડ બનાવવામાં આવશે. સોલર પાવર ગ્રિડ રેલવેની જમીન પર બનશે. નાણામંત્રીએ બજેટમાં પ્રાઇવેટ ટ્રેનોની સંખ્યા વધારવા પર ભાર મુક્યો હતો. તેજસ એક્સપ્રેસ જેવી ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે. સરકારે 150 નવી પ્રાઇવેટ ટ્રેન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. 550 રેલવે સ્ટેશનો પર વાઇફાઇની સુવિધા આપવામાં આવશે.