Union Budget 2024: ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોદી 3.0ના પ્રથમ બજેટના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન, આ બજેટને લઈને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ બજેટને  ‘આ ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું હતું.

Continues below advertisement

રાહુલ ગાંધીએ આ બજેટને પોતાના સાથી પક્ષોને ખુશ કરનારું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોના ખર્ચે બજેટમાં તેમને (સાથીઓને) ખોટા વચનો આપવામાં આવ્યા હતા. રાહુલે કહ્યું, આ બજેટ તેના મિત્રોને ખુશ કરવા માટે લાવવામાં આવ્યું છે. તેનાથી AA (અદાણી અંબાણી)ને આનો ફાયદો થશે અને સામાન્ય ભારતીયને કોઈ રાહત નહીં મળે. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ આ બજેટને કોપી પેસ્ટ ગણાવ્યું. રાહુલે દાવો કર્યો કે બજેટ કોંગ્રેસના મેનિફેસ્ટો અને અગાઉના બજેટમાંથી કોપી કરવામાં આવ્યું છે.

મલ્લિકાર્જુન ખડગેએ બજેટ પર શું કહ્યું ?

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેને કોપી-પેસ્ટ બજેટ ગણાવ્યું હતું. ખડગેએ ટ્વિટ કરીને કહ્યું કે, મોદી સરકારનું કોપીકેટ બજેટ કોંગ્રેસના ન્યાય એજન્ડાની પણ યોગ્ય નકલ કરી શક્યું નથી. મોદી સરકારનું બજેટ તેના ગઠબંધન સાથીદારોને છેતરવા માટે રેવડી વહેંચી રહ્યું છે, જેથી એનડીએ ટકી રહે. આ બજેટ દેશની પ્રગતિ માટે નહીં પરંતુ મોદી સરકારને બચાવવાનું છે.

બજેટ પર માયાવતીએ શું કહ્યું ?

બસપા સુપ્રીમો માયાવતીએ સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટને સારા દિવસોની આશા ઓછી પરંતુ નિરાશા વધુ ગણાવ્યું છે. માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે સંસદમાં આજે રજૂ થયેલુ બજેટ કેટલાક અમીરો અને પૈસાદારને છોડી દેશના ગરીબો, બેરોજગારો, ખેડૂતો, મહિલાઓ અને વંચિતો અને બહુજનોને ત્રસ્ત જીવનમાં મુક્તિ હેતુ અચ્છે દિનની આશાવાળુ નહી પરંતુ  વધુ નિરાશ કરનારુ છે. 

માયાવતીએ કહ્યું કે, આ નવી સરકારમાં દેશમાં પ્રવર્તતી જબરદસ્ત ગરીબી, બેરોજગારી, મોંઘવારી, પછાતપણું અને અહીંના 125 કરોડથી વધુ નબળા વર્ગના ઉત્થાન અને તેમના માટે જરૂરી પાયાની સુવિધાઓ પ્રત્યે જરૂરી સુધારાવાદી નીતિ અને ઈરાદાનો પણ અભાવ છે.