Union Budget 2025: ITR અને TDS મર્યાદા વધારવામાં આવી છે. TDSની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. ટેક્સ કપાતમાં સીનિયર સિટીજન માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, તેઓ ચાર વર્ષ સુધી રિટર્ન ફાઇલ કરી શકશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી હતી. છૂટ 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. હવે તમે છેલ્લા 4 વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશો. વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
ઈનકમ ટેક્સને લઈ મોટી જાહેરાત
આ ઉપરાંત નિર્મલા સીતારમણે ઈનકમટેક્સ પેયર્સને મોટી ભેટ આપી છે. દર મહિને 1 લાખ રૂપિયા કમાતા લોકોએ પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. હવે તમે છેલ્લા 4 વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશો. નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. આ ફેરફાર નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કરવામાં આવ્યો છે. અગાઉ 7 લાખ રૂપિયાની કમાણી પર ટેક્સ ચૂકવવો પડતો ન હતો. સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર 75,000 રૂપિયા રાખવામાં આવ્યું છે.
ટેક્સ રિજીમમાં 7 ટેક્સ સ્લેબ
- 0-4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં
- 4-8 લાખ રૂપિયા સુધી 5 ટકા ટેક્સ
- 8-12 લાખ રૂપિયા સુધી 10 ટકા ટેક્સ
- 12-16 લાખ રૂપિયા સુધી 15 ટકા ટેક્સ
- 16-20 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ
- 20-24 લાખ રૂપિયા સુધી 25 ટકા ટેક્સ
- 24 લાખ રૂપિયાથી ઉપર 30 ટકા ટેક્સ
12 લાખ રૂપિયાની આવક પર શૂન્ય કર
નાણામંત્રી નિર્મલા સીતારમણની આ મોટી જાહેરાત બાદ મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે. જો કોઈ વ્યક્તિ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે, તો તેને એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવાની જરૂર રહેશે નહીં. પરંતુ જો તે 12 લાખ રૂપિયાથી એક રૂપિયો પણ વધુ હોય, તો ટેક્સ ચૂકવવો પડશે.
ગયા વર્ષે પણ કર મુક્તિ ઉપલબ્ધ હતી
નોંધનીય છે કે ગયા બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને નવી કર વ્યવસ્થામાં મોટી ભેટ આપી હતી. આ મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી. હવે ફરી એકવાર મધ્યમ વર્ગને ભેટ આપવા માટે નવા ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.