Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં વર્ષ 2025-2026નું બજેટ રજૂ કર્યું. મોદી સરકાર 3.0નું આ પહેલું ફુલ ટાઈમ બજેટ છે. નિર્મલા સીતારમણે સતત 8મી વખત બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ સામાન્ય બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે. નાણામંત્રીએ ઘણી દવાઓ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે.


ચાલો જાણીએ શું થયું સસ્તું ?


36 કેન્સર દવાઓ
મેડિકલ સાધનો સસ્તા થશે
ભારતમાં બનેલા કપડા
મોબાઈલ ફોનની બેટરી 
82 વસ્તુઓ પરથી સેસ હટાવી દેવામાં આવ્યો 
લેધર જેકેટ્સ, શૂઝ, બેલ્ટ, પર્સ
EV વાહનો
LCD, LED ટીવી 
હેન્ડલૂમ કપડા


આ ઉત્પાદનોની કિંમતો વધી શકે છે


લક્ઝરી ચીજવસ્તુઓ અને હાઈ ક્લાસ ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો સંબંધિત પ્રીમિયમ ઉત્પાદનો પર GSTમાં વધારો થવાની શક્યતા.
લક્ઝરી અને હાઈ-એન્ડ ઈમ્પોર્ટેડ કાર જેવી ઈમ્પોર્ટેડ ઓટોમોબાઈલ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો થવાની સંભાવના છે.
તમાકુ અને સિગારેટ પર ટેક્સ વધારવાની શક્યતા છે.
આલ્કોહોલનો વપરાશ ઘટાડવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થવાની શક્યતા છે.
સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પર આયાત જકાત વધારવાની શક્યતા છે.
હવાઈ ​​મુસાફરી સંબંધિત એવિએશન ફ્યુઅલ ટેક્સમાં વધારો ટિકિટના ભાવને અસર કરી શકે છે.
ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી કિંમતને કારણે મોબાઈલ રિચાર્જ પ્લાન અને ઈન્ટરનેટ સેવાઓ મોંઘી થઈ શકે છે. 


બજેટમાં કરાયેલી મોટી જાહેરાતો


-12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.


-બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે.


-કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી.


-બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવશે. આનાથી સમગ્ર પૂર્વીય ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયા પ્રવૃત્તિઓને વેગ મળશે.


-વર્ષ 2015 પછી સ્થાપિત IIT માં માળખાગત સુવિધાઓ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. આનાથીબેઠકોમાં 6,500નો વધારો થશે. IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે.


-AI માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવશે. નાણામંત્રીએ આ માટે 500 કરોડ રૂપિયાની બજેટ ફાળવણીની જાહેરાત કરી છે.


-પાંચ વિશ્વ કક્ષાના કૌશલ્ય કેન્દ્રો બનાવવામાં આવશે જેમાં વિદેશી દેશો સાથે ભાગીદારી હશે.


-રાજ્યોને માળખાગત વિકાસ માટે 50 વર્ષ માટે 1.5 લાખ કરોડ રૂપિયાનું વ્યાજમુક્ત ધિરાણ આપવામાં આવશે.


- નાણાકીય વર્ષ 2025-26 માં મેડિકલ અભ્યાસ માટે કોલેજો અને હોસ્પિટલોમાં 10 હજાર નવી બેઠકો ઉમેરવામાં આવશે. સરકાર આગામી પાંચ વર્ષમાં નવી બેઠકોની સંખ્યા વધારીને 75 હજાર કરવાનું લક્ષ્ય રાખે છે.


- સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ની રોકાણ અને ટર્નઓવર મર્યાદા અનુક્રમે અઢી ગણી અને બમણી કરવામાં આવી. મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના લોકોને પહેલી વાર વ્યવસાય શરૂ કરવા માટે 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.


-ઉડાન યોજના નવા ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ, 4 કરોડ વધારાના મુસાફરોને જોડવાના ઉદ્દેશ્ય સાથે 120 નવા સ્થળો ઉમેરવામાં આવશે.